બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જતાં 5 શ્રદ્ધાળુઓ ડૂબ્યાં સાબરમતીમાં, ત્રણના મોત
Last Updated: 10:43 AM, 14 August 2024
આજે સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા સાબરમતીમાં પાંચ લોકો ડૂબી ગયા છે. ખુશીનો પ્રસંગ અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો. વહેલી સવારે આજે સેક્ટર 30માં સાબરમતી નદીમાં પાંચ લોકો ડૂબી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં મહિલા અને કિશોરી સહિત 3 લોકોના મોત થયા છે. જયારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે શોધખોળ બાદ પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહૂતિ બાદ રાતે જાગરણ હતું. એ પછી માતાની મૂર્તિનું વિસર્જન કરવાનું હતું.
માહિતી અનુસાર, વ્રત પૂર્ણ થયા બાદ જાગરણ બાદ દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન ગાંધીનગર સેક્ટર 30માં સાબરમતી નદીમાં માતાની મૂર્તિ પધરાવતી વખતે પાંચ લોકો નદીમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને આ અંગે જાણ કરાતાં તેમને ઘટનાસ્થળે પહોંચીને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ભારે શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણ લોકો મૃતદેહોને બહાર કાઢી લીધા હતા. ખુશીના પ્રસંગે પાંચ લોકો ડૂબી જતા લોકોમાં શોક છવાઈ ગયો હતો.
ADVERTISEMENT

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ પધરાવવા માટે એક પરિવાર ગયો હતો. દરમિયાન નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબતા તેને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા. જેમાંથી 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા, જયારે અન્ય ત્રણ લોકો નદીમાં ડૂબી ગયા હતા. બચાવી લેવાયેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વાહ! આ વખતે તહેવારો પર ઘરે જવું સરળ પડશે, ST નિગમે કરી વિશેષ વ્યવસ્થા, દોડશે એક્સ્ટ્રા બસો
મળતી માહિતી અનુસાર, અમદાવાદના 30 વર્ષીય અજયભાઈ વણજારા, 34 વર્ષીય ભારતીબેન પ્રજાપતિ અને 12 વર્ષીય બાળકી પૂનમ પ્રજાપતિ સાબરમતીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.