બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad: 24 people, including women cricketers, took the path of worldly abandonment
ADVERTISEMENT
આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ–સાધ્વી ભગવંતોની નિશ્રામાં યોજાઈ રહેલા આ દીક્ષા મહોત્સવમાં ૧.૮૦ લાખ સ્ક્વેર ફિટ એરિયામાં દીક્ષા મંડપ ઊભો કરાયો છે. આજે બપોરે ૨.૩૦ કલાકે પ્રભુના દીક્ષા કલ્યાણની ઉજવણી અને રાતે જિનબિંબોની અધિવાસના તથા અંજનની માંગલિક વિધિ યોજાશે.
ADVERTISEMENT
.jpg)
મુંબઈમાં રહી ગ્રેજ્યુએશન કરવાની સાથે આઠ દેશ સામે મહિલા ક્રિકેટમાં મીડિયમ પેસર તરીકે રમી બે વાર હેટ્રિક મેળવનાર અંડર ૧૯માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ક્રિકેટર ૩૨ વર્ષીય ઉષ્મા મંડલેચાએ આજે દીક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. પોતાની ચાર દીકરીઓએ દીક્ષા લીધા બાદ મુંબઈના ૮૦ વર્ષીય રસીલાબેન દોશીએ પણ આજે સંસાર ત્યાગ કરીને સંયમ ધર્મ અંગીકાર કરીને દીક્ષા લીધી છે.
ADVERTISEMENT
આવતી કાલે ૩૧મી જાન્યુઆરીએ ત્રણ મુમુક્ષુઓની દીક્ષા ઋજુવાલિકા, પ્રીતમનગર યોજાશે
જ્યારે આવતી કાલે ૩૧મી જાન્યુઆરીએ ત્રણ મુમુક્ષુઓની દીક્ષા ઋજુવાલિકા, પ્રીતમનગર યોજાશે. જેમાં ૧૧ વર્ષીય હનીકુમારી અને ૧૬ વર્ષીય હાસ્યકુમાર અને ૨૨ વર્ષીય આશિતાબહેન દીક્ષા ગ્રહણ કરશે. ૧૨ ફેબ્રુઆરીએ CA મુમુક્ષુ હિતેનભાઈની દીક્ષા, ભગવાનનગરનો ટેકરો ખાતે યોજાશે. જયારે ૧૬ ફેબ્રુઆરીએ ૧૩ વર્ષીય મુમુક્ષુ જ્ઞાનકુમારની દીક્ષા, પંકજ જૈન સંઘ-પાલડી અને ૨૯ વર્ષીય મુમુક્ષુ કવિશકુમારની દીક્ષા, આંબાવાડી જૈન સંઘ-પાલડી ખાતે યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.