બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / After the Ahmedabad Sindhubhan spa scandal, PI Abhishek Dhawan was transferred

કાર્યવાહી / સિંધુભવન સ્પા કાંડ મામલે અમદાવાદ CP એક્શનમાં: તાત્કાલિક ધોરણે બોડકદેવના PI ધવનને હટાવાયા, નવો ચાર્જ કોના શિરે

Malay

Last Updated: 09:42 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: સિંધુભવન સ્પા કાંડ બાદ PI અભિષેક ધવનને તાત્કાલિક હટાવાયા, એસ.એન પટેલને ચાર્જ સોપી તાત્કાલિક હાજર થવાનો અપાયો આદેશ

  • સિંધુભવન રોડ પર સ્પામાં યુવતીને માર મારવાનો કેસ
  • બોડકદેવ પોલીસ સ્ટેશનના PI અભિષેક ધવનને હટાવાયા
  • સ્પા કાંડ બાદ અભિષેક ધવનને હટાવી એસ.એન.પટેલને ચાર્જ સોંપાયો
  • બોડકદેવના PI અભિષેક ધવનની વેજલપુર બદલી થઈ

Ahmedabad News: અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના માલિક દ્વારા યુવતીને ઢોર માર મારવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.  સ્પા સંચાલકનો યુવતીને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતા થતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જે બાદ પોલીસ દ્વારા સ્પા સંચાલક મોહસીન રંગરેજની ધરપકડ કરવામાં આવી હતી. સિંધુભવન રોડ પર સ્પા કાંડ બાદ પોલીસની આબરૂના લીરેલીરા ઊડતા તંત્ર હરકતમાં આવ્યું છે. 

Ahmedabads Sindhu Bhavan Road woman beaten up accused arrested

PI ધવનને હટાવી એસ.એન.પટેલને ચાર્જ સોંપ્યો
આ ઘટના બાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે ગંભીર નોંધ લઈને PI અભિષેક ધવનને હટાવી એસ.એન.પટેલને ચાર્જ સોંપ્યો છે. જ્યારે પીઆઈ ધવનને વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટના બાદ યુવતી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, છતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી. પીઆઈ અભિષક ધવનની બેદરકારીથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા છતાં પીઆઈ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓની ફક્ત બદલી કરવામાં આવી છે.    

જી.એસ મલિક (પોલીસ કમિશનર, અમદાવાદ)

હોબાળો થતા યુવતીની નોંધવામાં આવી ફરિયાદ
સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના માલિકે તેના સ્પામાં કામ કરતી યુવતીને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ યુવતી બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, પરંતુ ફરિયાદ નોંધી નહતી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચતા યુવતીની ફરિયાદ નોંધવામાં આવી હતી. તો સમગ્ર ઘટનાની નોંધ રાજ્ય સરકાર અને પોલીસ કમિશનર જી.એસ મલિકે પણ લીધી હતી. 

ફરાર આરોપીની કરાઈ હતી ધરપકડ
જે બાદ  પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ફરાર સ્પા સંચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ 354, 323, 294-ખ હેઠળ ગુનો નોંધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ