બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / After lockdown drive in cinema can become prominent enjoy film in cars

કોરોના / લૉકડાઉન બાદ ન ખૂલ્યા થિયેટર્સ આ રીતે મૂવી જોવાનો આવશે વારો, અમદાવાદીઓને છે અનુભવ

Published By: Krupa

Last Updated: 09:26 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કહેવામાં આવે કે સોશિયલ ડિસ્ટેન્સિગનું પાલન કરતાં પણ તમે બહાર જઇને ફિલ્મ જોઇ શકો છો એ પણ મોટા પડદા પર તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આવું કરવામાં આવી શકે છે.

દેશમાં એક મહિનાથી પણ વધારે સમય માટે લૉકડાઉન લાગેલુ છે અને થિયેટરો બંધ થવાના 2 મહિના જેવું થવા આવ્યું છે. એવામાં જે લોકોને ફિલ્મ જોવાનો શોખ છે એ ખૂબ ઉદાસ છે. દેશમાં આ સમયે કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને લૉકડાઉનમાં વધારે ઢીલ મૂકવામાં આવી રહી નથી. એવામાં સિનેમાં હૉલ હાલ જલ્દી તો ખુલવા જઇ રહ્યા નથી. પરંતુ કહેવામાં આવે કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરીને બહાર જઇને ફિલ્મ જોઇ શકો છો એ પણ મોટા પડદા પર, તો કદાચ તમને વિશ્વાસ ના થાય. પરંતુ આવું કરવામાં આવી શકે છે. 

ડ્રાઇવ ઇન થિયેટર શું હોય છે?
ડ્રાઇવ ઇન થિયેટર દ્વારા તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરી શકો છો અને મોટા પડદા પર ફિલ્મોની મજા પણ માણી શકો છો. જણાવી દઇએ કે ડ્રાઇવ ઇન થિયેટર કોઇ નવો કોન્સેપ્ટ નથી, પરંતુ કોરોનાની વચ્ચે એનું ચલણ દુનિયામાં ફરી ઝડપથી વધી રહ્યું છે. ડ્રાઇવ ઇન થિયેટરમાં માણસ પોતાની કારમાં બેસીને ફિલ્મોની મજા માણી શકે છે. ડ્રાઇન ઇન થિયેટરમાં માણસ પોતાની ગાડીને બસ પાર્કિંગ સ્થળમાં પાર્ક કરે છે અને ત્યાં પણ ઘણી ગાડીઓ પાર્ક હોય છે. આ ગાડીની સામે એક મોટી સ્ક્રીન પર જ ફિલ્મ દેખાડવામાં આવે છે. એવામાં ઘણા બધા લોકો એક સમયે સોશિયલ ડિસ્ટેન્સિહનું પાલન કરતાં ફિલ્મ જોઇ શકે છે. 

તાજેતરમાં જ Lithuaniaનું એરપોર્ટ Vilniusને ડ્રાઇવ ઇન થિયેટરમાં બદલી દેવામાં આવ્યું હતું. આ પગલું કોરોનાના કારણે જ ભરવામાં આવ્યું હતું. કારણ કે ફ્લાઇટો બંધ હતી અને થિયેટર્સ પણ બંધ હતા. આ ટ્રેન્ડ સાઉથ કોરિયા, જર્મની અને અમેરિકામાં જોવા મળી રહ્યો છે. 

ભારતમાં બદલાઇ જશે ફિલ્મ જોવાનો અંદાજો ?
ભારતની વાત કરીએ તો અહીંયા હાલ ગુરુગ્રામ, અમદાવાદ અને મુંબઇમાં ડ્રાઇવ ઇન થિયેટરની વ્યવસ્થા છે. પરંતુ એને વધારે ડેવલેપ કરવામાં આવ્યા નથી અને હાલ પણ લોકો વધારે એના માટે જાણતા નથી. પરંતુ જો લાંબા સમય સુધી થિયેટરો ખુલતા નથી તો ભારતમાં પણ ફિલ્મ જોવાનો અનુભવ હંમેશા માટે બદલાઇ શકે છે અને તમે પણ ગાડીમાં બેસીને પરિવારની સાથે ફિલ્મો જોવાની મજા માણી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertaiment drive in cinema lockdown કોરોના ડ્રાઇવ ઇન લૉકડાઉન સોશિયલ ડિસ્ટન્સિંગ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ