ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમ્યા પછી તરત પાણી પીવું ઝેર સમાન! આયુર્વેદ મૂજબ જાણો સાચો સમય

આરોગ્ય / જમ્યા પછી તરત પાણી પીવું ઝેર સમાન! આયુર્વેદ મૂજબ જાણો સાચો સમય

Last Updated: 05:24 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં વર્ષો પહેલા જણાવાયું છે કે જમ્યા બાદ તરત પાણી ન પીવું જોઈએ. હવે આજના સમયમાં વિજ્ઞાન પણ એ જ કહે છે. તમને અથવા તમારા પરિવારના સભ્યોને પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હશે. લોકોને સલાહ આપતા પણ સાંભળ્યા હશે કે જમીને તરત પાણી ન પીવો. પરંતુ તેની પાછળ આયુર્વેદિક અને સાયન્ટિફિક કારણ શું છે તે નથી જાણતા હોતા.

ADVERTISEMENT

Water After Food Disadvantage: આયુર્વેદ મૂજબ, ભોજન પછી તરત પાણી પીવાથી જઠરાગ્નિ એટલે કે પાચનતંત્રની અગ્નિને ઠંડી પાડી દે છે. આ અગ્નિ જમવાનું પચાવવા માટે મહત્વપૂર્ણ છે. ચાણક્ય નીતિમાં પણ લખાયું છે કે 'अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम्. भोजने चाऽमृतम् वारि, भोजनान्ते विषप्रदम्' અર્થાત્, અજીર્ણમાં પાણી દવા સમાન છે, પાચન પછી પાણી પીવું શરીરને બળ આપે છે, પણ ભોજન પછી તરત પાણી પીવું ઝેર સમાન છે.

download (1)

જમ્યા પછી એક કલાક સુધી જઠરાગ્નિ ખોરાકનું પાચન કરે છે. જેથી ભોજન બાદ તુરંત પાણી પીવું જઠરાગ્નિને ઠંડી પાડે છે અને પાચનક્રિયાને નબળી બનાવે છે. જે રીતે સળગતી આગ પર પાણી છાંટીએ ત્યારે થાય છે એવું જ. પરિણામે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટમાં પડેલો ખોરાક સડવાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સાથે પેટ પણ ભારે ભારે લાગે છે.

શું કહે છે વિજ્ઞાન?

ભોજન પચાવવા માટે પેટ પાચકરસ (એસિડ) અને એન્જાઈમ્સ બનાવે છે, ત્યારે જો તમે તરત પાણી પીવો છો તો એ રસ પાતળો પડી જાય છે. તેનાથી પાચન પ્રક્રિયાને અવળી અસર થાય છે.

આ પણ વાંચો: વારંવાર એસિડિટી, ગેસ કે બ્લોટિંગ થતું હોય છે તો આજે જ બંધ કરી દો આ 5 પ્રકારના ફૂડનું સેવન

પાણી પીવાનો સાચો સમય કયો?

ભોજન પછી ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક પછી પાણી પીવું જોઈએ. ભોજન દરમ્યાન થોડું થોડું પાણી પીવાથી ખોરાક ગળવામાં અને પાચનમાં મદદરૂપ બને છે. ભોજન પછી તરત પાણી પીવાનું ટાળો. આ સરળ સુધારાથી તમે અનેક પાચન સંબંધિત રોગોથી બચી શકો છો. પ્રાચીન શાસ્ત્ર પણ એ જ કહે છે અને હવે વિજ્ઞાન પણ!

app promo4

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HealthTips Digestive System Ayurvedic Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ