બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Avoid These Five Foods To Get Relief From Acidity And Bloating
Last Updated: 02:33 PM, 15 December 2023
ADVERTISEMENT
પેટનું ફૂલવું અને એસિડિટી જેવી પેટને લગતી અનેક સમસ્યાઓ વધુ પડતું તળેલું, બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીનાં કારણે થાય છે. શિયાળાની ઋતુમાં વધુ ભૂખ લાગે છે જેથી લોકો વધુ ખાય છે. બહાર વધુ ઠંડી હોવાનાં કારણે લોકો ચાલવાનું પણ બંધ કરી દે છે. જેના કારણે લોકોનું પેટ ફૂલવા લાગે અને એસિડિટીની સમસ્યા પણ થાય છે.

ADVERTISEMENT
એસિડિટી અને ફૂલતા પેટથી રાહત મેળવવાં ટાળો આ 5 ખોરાક
વધુ ઠંડો-ગરમ ખોરાક ખાવાનું ટાળો
અતિશય તાપમાનવાળા ખોરાકને ખાવાનું ટાળો. જો તમે વધુ પડતો ઠંડો અથવા ગરમ ખોરાક ખાતા હશો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે. આ પ્રકારનો ખોરાક જલ્દીથી પચતો નથી. જેના કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે.
ADVERTISEMENT

ચા-કોફી
વધુ પડતી ચા, કોફી, ગ્રીન ટી, ઉકાળો અને કહવાનું સેવન ટાળો. આ પ્રકારનાં પીણાંમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે. જે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
મસાલા
જમવામાં વધુ પડતાં ગરમ મસાલા, જેમકે આદું, લસણ, તજ, ગરમ મસાલો, હળદરવાળું દૂધ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. ગરમ મસાલાનાં સેવનથી પેટમાં એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
.jpg)
ADVERTISEMENT
એલર્જી
ઘણાં માણસોને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોથી એલર્જી હોય છે. જો તમને પણ કોઈ ખાદ્ય પદાર્થથી એલર્જી હોય તો, તમારે તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. જેમકે દૂધ, રાજમા, કાળા ચણા, બ્રોકોલી અને શિમલા મિર્ચ.
ભૂખ હોય એટલું જ જમવું
ઘણાં લોકો, જમવાનું સ્વાદિષ્ટ હોય તો વધુ જમી લે છે. જો તમે પણ આવું કરતાં હોય તો પ્રયત્ન કરો કે તમને ભૂખ લાગી હોય, એટલું જ ખાવું. વધુ પડતાં જમવાથી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
આ બાબતોનું ધ્યાન રાખો
ભોજનને સરખી રીતે ચાવીને ખાવ
ભોજન કરી લીધાંનાં 30 મિનિટ બાદ અજમા, વરિયાળી અથવા જીરાનાં પાણીનું સેવન કરવું
પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરો
ભોજનની 30 મિનિટ પહેલાં લીંબુ પાણીનું સેવન કરવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.