બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 02:45 PM, 11 February 2024
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે, તેમના પગારમાં વધારો થવાની શરૂઆત થઈ છે. કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સાથે હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થુ 50 ટકા રહેશે તથા હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકા વધારો થઈ શકે છે.
કેન્દ્રીય કેબિનેટ તરફથી આ નિર્ણયને માર્ચમાં મંજૂરી આપવામાં આવી શકે છે, જે 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે. જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને HRAમાં 3 ટકાનો વધારો થયો હતો. તે સમયે HRA 24 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવ્યું હતું. મેટ્રો શહેરમાં રહેતા કર્મચારી (X કેટેગરી)ઓનો HRA 30 ટકા થઈ જશે.
ADVERTISEMENT
HRA
Department of Personal and training અનુસાર મોંઘવારી ભથ્થાના આધાર પર HRA રિવાઈઝ કરવામાં આવે છે. હાઉસ રેન્ટ એલાઉન્સ 3 કેટેગરી (X, Y અને Z)માં વહેંચવામાં આવે છે. હાલમાં X કેટેગરીના શહેરોમાં 27 ટકા HRA આપવામાં આવે છે, Y કેટેગરીના શહેરોમાં 18 ટકા HRA આપવામાં આવે છે, Z કેટેગરીના શહેરોમાં 9 ટકા HRA આપવામાં આવે છે. હાઉસ રેન્ટ એલાઉન્સની ગણતરી બેઝિક સેલેરી પર થાય છે.
HRA કેટેગરી
X- દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, પુણે, ચેન્નાઈ અને કોલકાતાને X કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ શહેરોમાં કામ કરતા કર્મચારીઓને બેઝિક સેલેરીના 27 ટકા HRA મળે છે.
ADVERTISEMENT
Y- પટના, લખનૌ, વિશાખાપટ્ટનમ, ગુંટુર, વિજયવાડા, ગુવાહાટી, ચંદીગઢ, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાંવ, નોઈડા, રાંચી, જમ્મુ, શ્રીનગર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ, જબલપુર, ઉજ્જૈન, કોલ્હાપુર ઔરંગાબાદ, નાગપુર, સાંગલી, સોલાપુર, નાસિક, નાંદેડ, ભિવડી, અમરાવતી, કટક, ભુવનેશ્વર, રાઉરકેલા, અમૃતસર, જલંધર, લુધિયાણા, બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, અજમેર, મુરાદાબાદ, મેરઠ, બરેલી, અલીગઢ, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, ગોરખપુર, ફિરોઝાબાદ, ઝાંસી, વારાણસી, સહારનપુર જેવા શહેરો Y કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ શહેરોમાં કામ કરતા કર્મચારીઓને બેઝિક સેલેરીના 18 ટકા HRA મળે છે.
Z- બાકી રહેતા શહેરોને Z કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. શહેરોમાં કામ કરતા કર્મચારીઓને બેઝિક સેલેરીના 9 ટકા HRA મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રિટાયર્ડ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: ESICએ નિયમોમાં આપી છૂટ, જાણો કોને મળશે ફાય
કર્મચારીઓનો HRA કેવી રીતે વધશે?
હાઉસ રેન્ટ એલાઉન્સમાં આગામી સુધારો માર્ચ 2024માં થશે. મોંઘવારી ભથ્થુ 50 ટકા થશે તો HRA 27 ટકાથી વધીને 30 ટકા થઈ જશે. આ સુધારાથી X કેટેગરીમાં આવતા કર્મચારીઓને 30 ટકા HRA મળશે, Y કેટેગરીમાં આવતા કર્મચારીઓને 20 ટકા HRA મળશે, Z કેટેગરીમાં આવતા કર્મચારીઓને 10 ટકા HRA મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.