બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / After Bollywood, now the player is ready to enter Tollywood, started shooting for the first Telugu film
Ajit Jadeja
Last Updated: 12:09 PM, 17 April 2024
અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન તેણે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર વિષ્ણુ મંચુની ફિલ્મ 'કનપ્પા' દ્વારા તેલુગુ સિનેમામાં એન્ટ્રી કરી રહ્યો છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. વિષ્ણુ મંચુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.
ADVERTISEMENT
વિષ્ણુ મંચુએ એક વિડીયો શેર કર્યો જેમાં અક્ષય કુમાર જોવા મળી રહ્યો છે. વિષ્ણુ મંચુ અને તેમની ટીમ સ્વાગત કરતાં જોવા મળ્યા સાથે કેપ્શનમાં લખ્યું કે 'હવે 'કનપ્પા'ની યાત્રા વધારે રોમાંચક બની ગઈ છે. કારણ કે અમે સુપરસ્ટાર અક્ષય કુમારનું તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સ્વાગત કરીએ છીએ. 'કનપ્પા' સાથે તેલુગુ સિનેમામાં મારા ડેબ્યૂથી ખૂબ ઉત્સાહિત છું. એક અદ્ભુત અનુભવ માટે તૈયાર થઇ જાઓ.
ADVERTISEMENT
અક્ષય કુમાર વિષ્ણુ મંચુની એક્શન એડવેન્ચર પેન ઈન્ડિયા ફિલ્મ 'કન્નપ્પા'માં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે. તેમના સિવાય મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ સિવાય નુપુર સેનન, નયનતારા અને મોહન બાબુ પણ જોવા મળશે. આ ફિલ્મ ભગવાન શિવના અતુટ ભક્ત 'કન્નપ્પા'ની સત્ય ઘટના પર આધારિત છે.
બોક્સ ઓફિસ પર 'બડે મિયાં છોટે મિયાં'નો દબદબો
અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. ઈદના અવસર પર 11 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ છે. ફિલ્મમાં અક્ષય અને ટાઈગરનું જોરદાર એક્શન જોવા મળ્યું છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 43.53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. દેશ સિવાય વિદેશોમાં પણ આ મૂવીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.