બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / after a year pm modi speaks in parliament

રાજ્યસભા / એક વર્ષ બાદ PM મોદીનું રાજ્યસભામાં સંબોધન, જાણો ભાષણની 5 મહત્વની વાતો

Nikul

Last Updated: 02:25 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે સુધાર માટે અમે પગલા લીધા છે. દરેક સરકારે કૃષિ સુધારાની તરફદારી કરી છે. બધાને લાગ છે કે હવે આ થઈ જશે. હું પણ એવી ખાત્રી નથી આપી શકતો કે અમે સૌથી સારું વિચારી શકીએ છીએ ભવિષ્યમાં નવા વિચાર આવી શકે.

  • એમએસપી હતી, એમએસપી છે અને આગળ પર રહેશે
  • 68 ટકાથી વધુ ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન
  • આપણું લોકતંત્ર કોઈપણ હિસાબે વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂશન નથી

પીએમ મોદીએ રાજ્યસભામાં પોતાની વાત મુકી
નવા કૃષિ કાયદાને લઈ સંસદથી સડક સુધી ગતિરોધ થઈ રહ્યો છે. સંસદનાં બંને સદનોમાં વિપક્ષ સતત સરકાર પર હુમલો કરી રહી છે. તો બીજી તરફ ખેડૂત રસ્તા પર કૃષિ કાયદાને પાછા લેવાની માંગને લઈ આંદોલન કરી રહ્યા છે. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર રાજ્યસભામાં પોતાની વાત મુકતા કૃષિ કાયદા માટે દરેકને મળીને સહયોગ આપવાની વાત કરી અને આત્મનિર્ભર ભારતની સરાહના કરી.

1-કૃષિ સુધારા માટે એક તક આપવી જોઈએ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે અમે પહેલ કરી છે. દરેક સરકારે કૃષિ સુધારાની હિમાયત કરી છે. બધાને લાગે છે કે હવે સમય આવી ગયો છે. તેને કોઈ રોકી નથી શકતુ. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ખેડૂતોને ભારતમાં એક બજાર આપવાની વાત કહી હતી, તમારે એ બાબતે ગર્વ કરવો જોઈએ કે જે વાત સિંહ સાહેબે કરી હતી તે વાત મોદી કરી રહ્યો છે. ખેડૂતો સાથે કૃષિ મંત્રી સતત વાત કરી રહ્યા છે. ખેડૂતો સાથે કોઈ ઘર્ષણ નથી, અમે સ્પષ્ટ કરી રહ્યાં છીએ કે એમએસપી હતી, એમએસપી છે અને આગળ પણ રહેશે. કૃષિ સુધાર માટે એક તક આપવી જોઈએ, ભવિષ્યમાં સારા સૂચનો મળશે તો અમે તેમાં સુધાર કરીશું. આવો મળીને કૃષિ સુધાર માટે પહેલ કરીએ.

2-મોદીએ નાના ખેડૂતોની વાત મુકી
પીએમે કહ્યું કે, સદનમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા થઈ. વધુમાં વધુ સમય જે વાત કરવામાં આવી તે આંદોલન અંગેની કરવામાં આવી, કઈ વાતને લઈને આંદોલન છે, તેનાં પર લોકો ચુપ રહ્યાં, જે મૂળભુત વાત છે. તેનાં પર ચર્ચા થઈ હોતતો યોગ્ય થાત. અમારા કૃષિ મંત્રીએ જે સવાલ પુછ્યા છે, તેનાં જવાબ તો નહીં મળે. પીએમ મોદીએ સદનમાં નાના ખેડૂતોનાં વિકાસનો મુદ્દો ઉઠાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે, હું આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમનું કથન છે, ખેડૂતોનું સેન્સસ કરવામાં આવ્યું તો 33 ટકા ખેડૂતો એવા છે જેમની પાસે જમીન બે વિઘાથી ઓછી છે અને બે વિઘા પણ નથી. 18 ટકા જે ખેડૂત કહેવાય છે તેમની પાસે બે થી ચાર વિધા જમીન છે. આ 51 ટકા ખેડૂતો ભલે ગમે તેટલી મહેનત કરે તેમની થોડી જમીન પર ઈમાનદારીથી તેમનું ગુજરાન નહી કરી શકે. તેમણે કહ્યું કે નાના ખેડૂતોની દયનીય સ્થિતિ હંમેશા ચૌધરી ચરણ સિંહને હેરાન કરતી હતી, હવે અમે ભવિષ્યમાં જોઈશું. એવા ખેડૂત જેમની પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમી છે, 1971માં તે 51 ટકા હતી, આજે 68 ટકા થઈ ચૂકી છે. દેશમાં એવા ખેડૂતોની સંખ્યા વધી રહી છે જેમની પાસે ખૂબ ઓછી જમીન છે. આજે લઘુ અને સીમંત ખેડૂતોને ગણીએ તો 68 ટકાથી વધુ ખેડૂતો પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. એવા 12 કરોડ ખેડૂત છે. શું આ ખેડૂતો પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી. અમારી સરકાર આ નાના ખેડૂતોની દિશામાં પ્રયત્નશિલ રહેશે.

3-ભારત ફક્ત લોકતાંત્રિક દેશ નહીં પણ લોકતંત્રનું જનક છે
પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, અહીં લોકતંત્રને લઈને ખૂબ ઉપદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતનું લોકતંત્ર એવુ નથી જેની ચામડી અમે ઉખાડી શકીશું. હું ડેરેકની વાત સાંભળી રહ્યો હતો, સારા-સારા શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો હતો, હું સાભળતા વિચારી રહ્યો હતો કે આ બંગાળની વાત છે. કોંગ્રેસનાં અમારા (પ્રતાપસિંહ) બાજવા સાહેબ બોલી રહ્યાં હતા ત્યારે મને લાગી રહ્યું હતું કે થોડી વારમાં તેઓ આપાતકાલ સુધી પહોંચી જશે. પીએમે કહ્યું કે, હું એક કોટ સદન પ્રત્યક્ષ મુકવા માંગુ છું, આપણું લોકતંત્ર કોઈપણ હિસાબે વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂશન નથી. આ એક હ્યુમન ઈન્સ્ટિટ્યૂશન છે, ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક સંસ્થાનોનાં ઉદાહરણથી ભરી પડ્યું છે. પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રોનું વર્ણન આપણને મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશવાસિઓને ભારતનાં રાષ્ટ્રવાદ પર ચારે તરફથી થઈ રહેલા હુમલાથી આગાહ કરવા જરુરી છે. ભારતનું રાષ્ટ્રવાદ ના તો સંકુચિત છે, ના સ્વાર્થી કે ના આક્રમક છે. તે સત્યમ શિવમ સુંદરમનાં મૂલ્યોથી પ્રેરિત છે. આદરણિયી સભાપતિ જી, આ કોટેશન આઝાદ હિંદ ફોજની પ્રથમ સરકારનાં પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું છે અને સંયોગ છે કે આપણે તેમની 125મી જયંતી ઉજવી રહ્યાં છીએ. દુર્ભાગ્યની વાત એ છે કે જાણતા-અજાણતામાં નેતાજીની આ ભાવનાને, નેતાજીનાં આ વિચારોને, નેતાજીનાં એ આદર્શોને ભૂલાવી દેવામાં આવ્યા છે અને તેનાં પરિણામે આજે આપણે પોતાને જ વખોડી રહ્યાં છીએ.

4-કોરોના સામે ભારતે મજબૂતીથી મુકાબલો કર્યો
કોરોના સંક્રમણનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું કે, આપણા ત્યાં કોરોનાને લઈને ડરાવવાનાં પ્રયત્નો પણ થયા. ઘણાં વિશેષજ્ઞોએ પોતાની સમજણથી જણાવ્યું કે આજે વિશ્વ એ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે કોરોના સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. આ લડાત જીતવાનો યશ કોઈ સરકારને નથી જતો, પણ ભારતને જાય છે. વિશ્વ સમક્ષ આત્મવિશ્વાસથી બોલવામાં શું જાય છે. પીએમે કહ્યું કે, તમે સોશિયલ મીડિયા પર જોયુ હશે, ફૂટપાથ પર ઝૂંપડીમાં રહેનારી માતા પણ બહાર દીવો લઈને બેઠી છે. આપણે તેમની ભાવનાઓની મજાક ઉડાવીએ છીએ. વિરોધ કરવા માટે ઘણાં મુદ્દાઓ છે અને કરવો પણ જોઈએ પણ એવુ ના કરવું જોઈએ કે દેશનું મનોબળ તુટે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાને નિયંત્રણ કરવાનાં વખાણ વિશ્વભરમાં લોકોએ કર્યાં છે.

5-ભારતમાં વધી રહ્યું છે રોકાણ, આત્મનિર્ભર ભારત
પીએમ મોદીએ કહ્યુ કે, યાદ કરો, બે-ત્રણ વર્ષ પહેલાનું હું આ સદનમાં ભાષણ સાંભળી રહ્યો હતો, મોબાઈલ ક્યાં છે, લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન કેવી રીતે કરશે. આજે દર મહિને યુપીઆઈથી ચાર લાખ કરોડનું ટ્રાન્જેક્શન થઈ રહ્યું છે. જળ હોય, જમીન હોય કે અંતરિક્ષ હોય ભારત દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતાની સાથે ઉભુ છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય. વિશ્વમાં ભારતનું પરાક્રમ જોવા મળ્યું છે. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે કોરોના સામે લડત મેળવવાના ઉપાયો પર મજાક ઉડાવવામાં આવી રહી છે. આ વિરોધનાં પ્રયત્નોથી દેશનું અપમાન થાય છે. તેમણે કહ્યું કે દેશ આત્મનિર્ભર પથ પર ચાલી રહ્યું છે. માનવ જાતિનાં કલ્યાણ માટે વેક્સિન બનાવાઈ. ભારતમાં વિશ્વનું સૌથી મોટુ રસિકરણ અભિયાન ચાલી રહ્યુ છે. વેક્સિન લાવનાર ભારત ત્રીજો દેશ છે. પીએમ મોદીએ કહ્યું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે. ભારતમાં આ સમયે રેકોર્ડ રોકાણ થઈ રહ્યું છે. ગરીબ કોઈની મદદ પર નભશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Parliament PmModi farmers bill speech ખેડૂત આંદોલન પાર્લામેન્ટ પીએમ મોદી રાજ્યસભા સ્પીચ Political
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ