બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / After a heart attack, Sushmita Sen was discharged from the hospital and went straight to the action shoot

મનોરંજન / હાર્ટઍટેક બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ અને સીધી એક્શન શૂટ કરવા પહોંચી આ અભિનેત્રી, હિંમત હાર્યા વિના કર્યું કામ

Megha

Last Updated: 03:26 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા સેનના હિટ સ્ટ્રીમિંગ શો 'આર્ય'ની ત્રીજી સીઝનના શૂટિંગ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને એક મહિના પછી એક્શન સિક્વન્સ શૂટ કર્યો હતો.

  • સુષ્મિતા સેને હાર્ટ એટેકના એક મહિના પછી એક્શન સિક્વન્સ શૂટ કર્યું 
  • મને મારી ટીમ પર ઘણો વિશ્વાસ હતો - સુષ્મિતા સેન
  • હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું - સુષ્મિતા સેન

સુષ્મિતા સેનની વેબ સીરિઝ 'આર્યા'ની ત્રીજી સીઝન નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન સુષ્મિતા સેને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે હિટ સ્ટ્રીમિંગ શો 'આર્ય'ની ત્રીજી સીઝનના શૂટિંગ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને કેવી રીતે શૂટિંગ દરમિયાન સેટના માહોલ અને સેટ-અપે તેને આ પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરી હતી.

હાર્ટ એટેકના એક મહિના પછી એક્શન સિક્વન્સ શૂટ કર્યું 
આ વિશે વાત કરતા સુષ્મિતા સેને કહ્યું કે "શરૂઆતમાં, મને લાગતું ન હતું લાગતું કે હાર્ટ એટેકના એક મહિના પછી એક્શન સિક્વન્સ શૂટ કરવું શક્ય છે, પરંતુ મને મારી ટીમ પર ઘણો વિશ્વાસ હતો. સેટ પર પાછા ફરવાનો મારો આત્મવિશ્વાસ એ હકીકતથી ઉભો થયો કે જ્યારે પણ મને કોઈ પણ સમયે મદદની જરૂર પડે, પછી તે લોકો હોય કે તબીબી સહાય, અમારી પાસે સમગ્ર હોસ્પિટલ સિસ્ટમ, ડૉક્ટર્સ, એમ્બ્યુલન્સ અને બધું તૈયાર હતું."

સુષ્મિતા સેને થોડા સમય પહેલા પોતાના ફેન્સને ચોંકાવનારી માહિતી આપતા તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમને થોડાં દિવસ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની એંજિયોપ્લાસ્ટી થઈ ગઈ છે અને તે હવે એકદમ બરાબર છે.

હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું - સુષ્મિતા સેન
સુષ્મિતા સેને હાલમાં જ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યું હતું જેમાં સુષ્મિતા સેને તેના પરિવારના સભ્યો, ડોક્ટર્સ અને લોકોનો આભાર માન્યો જેઓ હંમેશા તેની સાથે હતા. આ પછી સુષ્મિતા સેને કહ્યું હતું કે કેવી રીતે તેને હાર્ટ અટેક આવ્યો હતો. આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે "હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું. મારી આર્ટરીમાં 95% બ્લોકેજ હતું. તે મારા જીવનનો એક તબક્કો હતો અને તે પસાર થઈ ગયો હતો. મારા દિલમાં હવે કોઈ વાતનો ડર નથી." આ સિવાય સુષ્મિતા સેને નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો, જેમણે તેમનો જીવ બચાવ્યો. 

મારા મનમાં હવે કોઈ પ્રકારનો ડર નથી - સુષ્મિતા સેન
સુષ્મિતા સેને કહ્યું કે હું હવે દરેક વસ્તુને અલગ રીતે જોઉં છું અને મારા મનમાં હવે કોઈ પ્રકારનો ડર નથી. હવે હું એમ વિચારી રહી છું કે મારે મારી જાતને પ્રોમિસ કરવું જોઈએ અને વસ્તુઓની આગળ જોવું જોઈએ. સુષ્મિતા સેને તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માનતા કહ્યું કે જેમણે મને ફૂલો મોકલ્યા છે તેનાથી મારું ઘર ભરાઈ ગયું છે અને તે હવે 'ગાર્ડન ઑફ ઈડન' જેવું લાગી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ