બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / After 700 years, the fortunes of these four zodiac signs will shine with the formation of Panch Raja Yoga

ધર્મ / 700 વર્ષ પછી બની રહ્યો છે શુભ રાજયોગ સંયોગ, આ 4 રાશિના જાતકો પર વરસી પડશે રૂપિયા

Vikram Mehta

Last Updated: 07:56 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

700 વર્ષ પછી પંચ રાજયોગનું નિર્માણ થવાથી મિથુન, કર્ક, કન્યા અને મીન રાશિના જાતકોને તેમનું ધારેલું પરિણામ પ્રાપ્ત થશે.

  • 700 વર્ષ પછી પંચ રાજયોગનું નિર્માણ
  • 28 માર્ચના રોજ સર્જાશે પંચ રાજયોગ
  • 4 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય 

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો સમયાંતરે ગોચર કરતા રહે છે, જેના કારણે રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગના કારણે માનવ જીવન અને પૃથ્વી પર અસર થાય છે. 700 વર્ષ પછી આ પંચ રાજયોગનો સંયોગ બની રહ્યો છે, જે 28 માર્ચના રોજ સર્જાશે. આ પાંચ રાજયોગ કેદાર, હંસ, માલવ્ય, ચતુષ્ચક્ર અને મહાભાગ્ય છે, જેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનેક રાજયોગ એકસાથે બને છે, જેની તમામ રાશિઓ પર અદભુત અસર થાય છે. રાજયોગના સંયોગથી મિથુન, કર્ક, કન્યા અને મીન આ 4 રાશિના જાતકોના સૌથી સારા દિવસો શરૂ થશે. 

મિથુન

મિથુન રાશિના જાતકોને પંચ રાજયોગનું પરિણામ એકસાથે પ્રાપ્ત થશે. બેરોજગારને રોજગાર પ્રાપ્ત થશે અને ધન પ્રાપ્ત થશે. ઓફિસમાં નવી જવાબદારીઓ આપવામાં આવશે. કર્મચારીઓને પ્રમોશન મળવાની સંભાવના જોવા મળી રહી છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે અને પારિવારિક જીવનમાં પણ સુધારો થશે. 

કર્ક

કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સાબિત થશે. આ રાજયોગથી નસીબ સાથ આપશે અને ઈચ્છા અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. બેરોજગારને નવી નોકરી મળશે. વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ખૂબ જ શાનદાર રહેશે. કામ બાબતે અથવા બિઝનેસ માટે ટ્રાવેલ કરવું પડી શકે છે. વેપારી વર્ગ માટે હાલનો સમય ખૂબ જ સારો સાબિત થશે. જે લોકો રોકાણ ક્ષેત્રે જોડાયેલા છે, તે લોકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને સમાજમાં માન તથા સમ્માનમાં પણ વધારો થશે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે પંચ રાજયોગ ખૂબ જ શુભ સાબિત થશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારા જીવનસાથીની તરક્કી પણ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરવા માટે હાલનો સમય સર્વશ્રેષ્ઠ છે. અવિવાહિત લોકો માટે સંબંધની વાત આવી શકે છે. દાંપત્ય જીવનમાં સુધારો આવશે. 

મીન

મીન રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગથી શુભ સંકેતની સંભાવના જોવા મળી રહી છે. તમારું માન અને સમ્માન વધશે અને સાહસમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં સારી સફળતા મળી શકે છે. તમને આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છો. નોકરિયાત વ્યક્તિઓ માટે આ રાજયોગ વરદાનરૂપ સાબિત થશે અને ઓફિસમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવશે. જે પણ કામ રોકાયેલા છે, તે કામ ઝડપથી પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને આરોગ્યમાં પણ સુધારો થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma news Future from zodiac sign Panch rajyog Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ