બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / adopted man discovered that his wife is his biological sister after six years of marriage

OMG / શૉકિંગ ન્યૂઝ: લગ્નના 6 વર્ષ બાદ પતિને ખબર પડી કે પત્ની તો છે સગી બહેન! જાણો આખો મામલો

Bijal Vyas

Last Updated: 04:01 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિને જ્યારે ખબર પડી કે હકીકતમાં પત્ની સગી બહેન નીકળી, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. આ રીતે ખુલ્યુ રહસ્ય....

  • બાળકના જન્મ બાદ જ કિડની થઇ ખરાબ 
  • કોઇની કિડની મેચ ના થઇ પણ પતિ સાથે મેચ થઇ 
  • છવર્ષના લગ્ન બાદ ખબર પડી કે પત્ની તેની બહેન છે

દુનિયામાં વિચિત્ર સંયોગ અને અજીબોગરીબ ઘટનાઓ બને છે. અમુક તો એવી હોય છે કે જે જાણીને તમને હોશ ઉડી જશે. તેવી જ એક ઘટના સામે આવી છે, એક કપલ છેલ્લા 6 વર્ષથી ખુશીથી પોતાનુ વૈવાહિક જીવન વિતાવી રહ્યા હતા. આ કપલના બે બાળકો પણ છે. જો કે વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ ત્યારે આવે છે જ્યારે તેમની સામે હકીકત સામે આવે છે કે પતિ-પત્ની તો સગા ભાઇ-બહેન છે. જી, હાં આ બિલકુલ સાચી વાત છે. આ વાતની જાણ થતા કપલ પણ વિચારમાં પડી ગયુ કે આવો સંયોગ કેવી રીતે બની શકે? 

વ્યક્તિને જ્યારે ખબર પડી કે હકીકતમાં પત્ની સગી બહેન નીકળી, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે પત્નીનું તાત્કાલિક કિડની ટ્રાંસપ્લાન્ટ કરવાની જરુર હતી. પતિ પોતાની પત્નીને કિડની ડોનેટ કરવા ઇચ્છતો હતો. તેથી ડોક્ટરે બંનેનું ડીએનએ મેર કર્યું, જેમાં ખબર પડી કે આ બંને પતિ-પત્ની એક બીજાના સગા ભાઇ-બહેન છે. વ્યક્તિએ આ પોતાની સ્ટોરીને સોશિયલ મીડિયાના એક માધ્યમ દ્વારા પોસ્ટ શેર કરીને આપવિતી જણાવી હતી. 

પત્નીએ હાલમાં જ આપ્યો હતો બાળકને જન્મ
પતિએ પોસ્ટની શરૂઆતમાં જણાવ્યું કે, તેમની પાસે તેના બાયોલોજિકલ માતા-પિતાની કોઈ માહિતી કે રેકોર્ડ નથી. કારણ કે તેને ગુપ્ત રીતે દત્તક લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આ ટેસ્ટ કરવામાં આવ્યો કે શું તે તેની પત્નીને કિડની આપી શકે છે કે નહીં. વાસ્તવમાં પત્નીએ તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી, તેને કિડનીની સમસ્યા થઈ, ત્યાર બાદ ડૉક્ટરે તેને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું. 

કિડની ટ્રાન્સપ્લાન્ટની હતી જરુર 
પોસ્ટમાં લખ્યુ હતુ કે, અમારા દીકરાના જન્મ બાદ મારી પત્ની બીમાર પડી ગઇ. તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરુર હતી, તેના બધા સગા-સંબંધીનો ટેસ્ટ કરાવ્યો, તેમાંથી કોઇ મેચ ના મળ્યુ. ત્યાર બાદ મેં ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યુ. ટેસ્ટ કરાવ્યા બાદ બીજા જ દિવસે મને ફોન આવ્યો કે કિડની ડોનેટ કરવા માટે હું એક પરફેક્ટ મેચ છું. જ્યારે ડોક્ટરે મને અમુક બીજા ટેસ્ટ કરાવવાની સલાહ આપી, તો હું ટેસ્ટ કરાવવા માટે માની ગયો. 

પરિણામ સામે આવ્યુ કે પતિ અને પત્ની હકીકતમાં એક બીજાના સગા ભાઇ-બહેન છે. વધુમાં તે વ્યક્તિએ કહ્યું, હું મજાક નથી કરી રહ્યો, મને ખબર નથી કે હવે હું આગળ શું કરીશ, કે મારે શું કરવુ જોઇએ, મને ખબર છે કે આ ખોટુ છે પરંતુ તે મારી પત્ની અને મારા બાળકોની માતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS કિડની ટ્રાન્સપ્લાન્ટ ડીએનએ રિપોર્ટ સ્વાસ્થ્ય OMG news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ