બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / ,Admission of 170 students canceled in Ahmedabad

શિક્ષણ / અમદાવાદમાં 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ, ખોટી આવક દર્શાવનારા વાલીઓ વિરૂદ્ધ DEOની કાર્યવાહી

Ajit Jadeja

Last Updated: 11:28 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTEનો કાયદો ગુજરાતમાં 2012થી અમલી બન્યો જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે

અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી છે.

ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી

અમદાવાદમાં શાળામાં RTEમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી. જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાઇ હતી. RTE હેઠળ દર્શાવાતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી ત્યાર બાદ ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે.  રદ કરાયેલા એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 એડમિશન રદ કરાયા છે. તેમજ એચ-3 વર્લ્ડ સ્કૂલમાં 1 એડમિશન રદ કરવામાં આવ્યા છે. ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

કઈ સ્કૂલમાં કેટલા એડમિશન રદ?

ઉદગમ સ્કૂલ- 106 , ગ્લોબલ સ્કૂલ- 46 , ઝેબર સ્કૂલ- 10, આનંદ નિકેતન સ્કૂલ- 6,એચ-3 વર્લ્ડ સ્કૂલ- 1

રાઈટ ટુ એજ્યુકેશન રાજ્યમાં 2012થી અમલી

RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતા આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે. RTEનો કાયદો 2009માં બન્યો જે બાદ ગુજરાતમાં 2012થી અમલી બન્યો હતો. RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. RTE હેઠળ એડમિશન માટે સંપત્તિ નહીં પરંતુ આવક જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય પણ બંગલા કે હવેલીમાં રહેતી વ્યક્તિના બાળકને RTEમાં એડમિશન મળી શકે છે. જો કે આવક વધુ હોય તો તેના બાળકને RTE હેઠળ એડમિશન મળી શકે નહી.

વધુ વાંચોઃ હવેથી અમદાવાદ એરપોર્ટ પર તૈનાત રહેશે CISFના 500થી વધુ જવાનો, જાણો કારણ

શિક્ષણ અધિકારીની સત્તા શું છે

આવકના દાખલા પણ કેટલાક વાલીઓ ખોટા બનાવીને પ્રવેશ મેળવે છે, ત્યારે સ્કૂલ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે અને ત્યારે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સાબિત થાય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તેમનું એડમિશન રદ્દ કરવામાં આવે છે. આવકના ખોટા દાખલ માટે કોઈ પગલા લેવામાં આવતા નથીં માત્ર એડમિશન રદ્દ કરવાની જ શિક્ષણ અધિકારીને સત્તા આપવામાં આવી છે. આવકના દાખલા કચેરીમાંથી અરજીના આધારે બનાવી આપવામાં આવે છે. ત્યારે ખોટા દાખલ બનાવી આપનાર કે ખોટા દાખલા લેનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ