બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ડેબ્યૂ કરવા જઇ રહેલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને લઇને તૈયારીઓ ચાલી રહી છે. વર્લીમાં ગુજરાતીમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, કેમ છો વર્લી. મરાઠી, ઉર્દૂ, હિંદી, ગુજરાતી અને ઘણી અન્ય ભાષાઓમાં લાગેલા આ પોસ્ટર્સમાં આદિત્ય પોતાના પિતા ઉદ્ધવ અને દાદા બાલા સાહેબ ઠાકરેના અંદાજમાં જ જોવા મળી રહ્યા છે.
શિવસેનાએ પોતાની પરંપરા તોડીને આ વખતે આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. બીજી તરફ, વર્લીમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહેતા હોઈ ગુજરાતીઓને આકર્ષવા માટે વર્લીમાં પોસ્ટર લાગ્યા છે.
ADVERTISEMENT
Mumbai: Shiv Sena puts up posters of Aditya Thackeray which say 'How are you Worli?' in different languages. He is contesting #MaharashtraAssemblyPolls from Worli constituency. https://t.co/kurUjKEGT7 pic.twitter.com/CpgCaGr1r1
— ANI (@ANI) October 2, 2019
ADVERTISEMENT
નવાઈની વાત એ છે કે, શિવસેનાએ કદાચ પહેલીવાર આ રીતે પોસ્ટર લગાવ્યા છે અને પોસ્ટરમાં ઉલ્લેખ કર્યો છે કે, કેમ છો વર્લી. જેથી ગુજરાતીઓના વોટ મેળવવા આ પાછળનું કારણ હોઈ શકે છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મંગળવારે પોતાના પુત્ર અને પાર્ટીના યુવા નેતા આદિત્ય ઠાકરેના નામાંકનને લઇને સત્તાવાર જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર એમને જણાવ્યું કે 3 ઓક્ટોબરે આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી વિધાનસભા ક્ષેત્રથી પોતાનું નામાંકન ભરશે. જણાવી દઇએ કે 30 સપ્ટેમ્બરે શિવસેનાએ આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાનમાં ઊતારવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT

જણાવી દઇએ કે શિવસેનાની સ્થાપના બાલા સાહેબ ઠાકરે કરી પરંતુ એમને ક્યારે ચૂંટણી લડી નથી. એટલે સુધી કે જ્યારે 1995માં પહેલી વખત ભાજપ શિવસેના ગઠબંઝન મહારાષ્ટ્રમાં સત્તામાં આવી હતી ત્યારે પણ બાલા સાહેબે શિવસેના નેતા મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.