બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અમદાવાદ / અમદાવાદમાં આ ઠેકાણે યુગલો માણી રહ્યાં એકાંત, શખ્સ આવતો અને લૂંટતો, લવરિયાં ચેતજો

અમદાવાદ / અમદાવાદમાં આ ઠેકાણે યુગલો માણી રહ્યાં એકાંત, શખ્સ આવતો અને લૂંટતો, લવરિયાં ચેતજો

Last Updated: 06:41 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અડાલજ પોલીસે એકાંત માણતાં પ્રેમીઓને લૂંટનાર શોબિતની ધરપકડ કરી છે. તે રાણીપનો રહીશ છે અને ત્યાંથી છેક અડાલજ જઈને યુગલોને હેરાન કરતો.

યુગલો એકાંત માણવા શહેરની છેવાડે જતાં પણ હોય છે પરંતુ ત્યાં પણ તેમનો એકાંતનો ભંગ કરનારો નીકળ્યો છે. માત્ર એકાંતનો ભંગ જ નહીં પરંતુ તેમને રોકીને ધાક-ધમકી આપતો અને પૈસા પડાવતો. અડાલજ પોલીસે એકાંત માણતા યુગલો પાસેથી લૂંટ ચલાવનાર આરોપી શોબિત ઉર્ફે રાહુલ શર્માની ધરપકડ કરી છે. શોબિત અમદાવાદના રાણીપનો રહીશ છે.

વધુ વાંચો : નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ

રાણીથી અડાલજ આવીને યુગલોને લૂંટતો

સોબિત તેના મિત્ર રોહિત કોરી રાણીપથી આવીને અડાલજની આજુબાજુના વિસ્તારોમાં ફરતાં અને એકાંત માણતાં યુગલોને રોકીને તેમની પાસેથી પૈસા પડાવતાં. થોડા દિવસો પહેલા જ આરોપી એ કેનાલ પર ફોટોગ્રાફી કરી રહેલા યુગલને રોકી લૂંટ ચલાવી હતી.

ચાંદલોડિયાના કુખ્યાત ગુનેગાર પ્રદીપની હત્યા કરી

આરોપી શોબિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની સામે લૂંટ, હત્યા, હથિયારધારા સહિતના 5 ગુના નોંધાયા છે. આરોપીએ ચાંદલોડિયાના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા યાદવની હત્યા કરી હતી અને 4 માસ પહેલા જ જામીન પર છૂટ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ તેની દેશી બનાવટના તંમચો અને લાઈવ કારતૂસ સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં જામીન મળ્યાં બાદ પ્રેમી યુગલો સાથે લૂંટ કરવાનું શરૂ કર્યું હતું.

યુગલે આરોપીનો ફોટો પાડી પોલીસને આપ્યો

લુંટનો ભોગ બનનાર યુગલે આરોપીનો ફોટો પાડી પોલીસને આપ્યો હતો. તેમ છતા પોલીસને આરોપી સુધી પહોંચવા માંટે 100 થી વધુ સીસીટીવી ચેક કરવા પડ્યાં.

યુગલો માટે અડાલજની આસપાસનો વિસ્તાર હોટ ફેવરીટ

અમદાવાદના પ્રેમીઓ માટે અડાલજ અને તેની આસપાસનો વિસ્તાર હોટ ફેટરીટ છે, એક તો પૂરતું એકાંત મળે છે અને બીજું અડાલજની વાવની પણ સરસ ફોટોગ્રાફી થઈ શકે છે. આવી સ્થિતિમાં યુગલો ત્યાં પહોંચી જતાં હોય છે પરંતુ શોબિત કબાબની હડ્ડી બનીને તેમનું એકાંત ભંગ કરતો પરંતુ તે પણ હવે પોલીસના કબજામાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ