ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / '30 વાર કપડાં ઉતારીને'... એક્ટ્રેસના આરોપથી બોલીવૂડમાં મચી ખલબલી

મનોરંજન / '30 વાર કપડાં ઉતારીને'... એક્ટ્રેસના આરોપથી બોલીવૂડમાં મચી ખલબલી

Published By: Nirav Kumar

Last Updated: 06:37 PM, 13 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ સંદીપા વિર્કને મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સજા ભોગવવી પડી હતી. હવે આ અંગે તેને ખુલાસો કર્યો છે કે તેને જેલમાં ચેકિંગના નામે ઘણી વખત નગ્ન કરવામાં આવી હતી.

ADVERTISEMENT

એક્ટ્રેસ અને ઇન્ફ્લુએન્સર સંદીપા વિર્કની લાઈફ ઉથલપાથલભર્યું બન્યું જ્યારે તેને તિહાર જેલમાં મોકલવામાં આવી હતી. તેને 6 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવામાં આવી હતી જેના પરિણામે લગભગ ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. એવામાં સંદીપાએ પોડકાસ્ટમાં જેલમાં વિતાવેલા પોતાના સમયને યાદ કર્યો હતો. જેમાં સંદીપાએ સમજાવ્યું કે ચેકિંગના નામે તેને ઘણી વખત નગ્ન કરવામાં આવી હતી. ચેકિંગના નામે તેને વારંવાર તેના કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી. જેમાં તેને માનસિક આઘાત પણ લાગ્યો હતો.

સંદીપા વિર્કે ઇન્ટરવ્યુ દરમિયાન તેની અગ્નિપરીક્ષા વર્ણવતી વખતે રડી પડી હતી. એક પોડકાસ્ટમાં સંદીપાએ ખુલાસો કર્યો કે તેનેજેલમાં 25-30 વખત નગ્ન થઈ હતી. જેલમાં ચેકિંગ દરમિયાન તેઓએ તેને સંપૂર્ણપણે નગ્ન થવા કહ્યું હતું. જેલમાં ત્રાસથી તેને મરવા માંગતી હતી. ય જ્યારે તે જેલમાં સૂતી ત્યારે તેના ચહેરા પર કીડા ફરતા હતા.

VTV DIGITAL

તે જેલ વિષે કહે છે, "તમે જેલ છોડ્યા બાદ, તમે કોર્ટમાં જશો. પછી તેઓ તમારા કપડાં ઉતારશે. જ્યારે તમે તમારી આગામી કોર્ટ તારીખ સાથે પાછા ફરો છો ત્યારે તેઓ તમારા કપડાં ઉતારશે. એવું પણ નથી કે તમે માત્ર એક જ વ્યક્તિની સામે કપડા કાઢવાના હોય છે જેની ડ્યુટી હોય તેની સામે કપડા કાઢવાના હોય છે."

"તમે બે વાર કપડાં ઉતાર્યા છો. પછી, જેલમાં પાછા ફર્યા બાદ તમને ફરીથી કપડાં ઉતારવામાં આવશે. તમારે દિવસમાં ત્રણ વખત નેકેડ થવું પડે છે. મારૂ છોડો, જે ગુનેગાર હોય તે મહિલાઓને નીચે ફ્લેશલાઇટથી જોવામાં આવે છે. જો મને મહિનામાં છ વખત કપડાં ઉતારવામાં આવ્યા તો મને સાડા ચાર મહિનામાં 27-30 નેકેડ કરવામાં આવી હતી. તે ભયાનક હતું. મને માનસિક આઘાત લાગ્યો હતો."

સંદીપાએ જણાવ્યું કે, તે જેલમાં રડી રહી હતી. તેને કહ્યું કે તે એટલી દુઃખી હતી કે તેને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતી. જેલમાં તેને જે અગ્નિપરીક્ષા સહન કરી હતી તેની તેના મન પર ઊંડી અસર પડી છે. તે આ સમય ક્યારેય ભૂલી શકશે નહીં. આજે પણ તે દવા લઈ રહી છે.

વધુ વાંચો : 'આત્મા તે છોડી દીધો, શરીર અમે છોડાવીશું', દિલજીત દોસાંઝને ધમકી, મેનેજરના ઘર પર ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, સંદીપાએ મોડેલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પછી તેને પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાને કારણે તેને ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Actress Tihar Jail Sandeepa Virk

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ