ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / એક્ટ્રેસ હંસિકા મોટવાણીના તલાક, 4 વર્ષમાં તૂટ્યું ઘર, સહેલીના એક્સ સાથે કર્યાં હતા લગ્ન

મનોરંજન / એક્ટ્રેસ હંસિકા મોટવાણીના તલાક, 4 વર્ષમાં તૂટ્યું ઘર, સહેલીના એક્સ સાથે કર્યાં હતા લગ્ન

Published By: Nirav Kumar

Last Updated: 04:55 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ હંસિકા મોટવાણીના છૂટાછેડા થયા છે. લાંબા સમયથી તેના પતિ સાથેના સંબંધમાં તિરાડ હોવાની ચર્ચા હતી.

ADVERTISEMENT

એક્ટ્રેસ હંસિકા મોટવાણી હેડેડલાઇનમાં આવી છે. તેને તેના પતિ સોહેલ કથુરિયાને છૂટાછેડા આપી દીધા છે. તેમના લગ્નજીવનમાં ઘણા સમયથી તિરાડની ચર્ચા હતી. હવે, આ સમાચાર આખરે કન્ફર્મ થયા છે.  મુંબઈની બાંદ્રા કોર્ટમાં હંસિકા અને સોહેલના છૂટાછેડા થયા હતા. આ એક્ટ્રેસના લગ્ન માત્ર ચાર વર્ષમાં જ તૂટી ગયા છે. તેમના આ લગ્નથી દંપતીને કોઈ સંતાન નથી.

હંસિકાએ 4 ડિસેમ્બર 2022 ના રોજ ખૂબ જ ધામધૂમથી ઉદ્યોગપતિ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા મહિના બાદ જ તેમના લગ્નજીવનમાં ઉથલપાથલના અહેવાલો સામે આવવા લાગ્યા. આ સોહેલના હંસિકા સાથે બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન હંસિકાની બેસ્ટ ફ્રેન્ડ રિંકી બજાજ સાથે હતા. સોહેલના બંને સંબંધો ચાલ્યા નહતા.

vtv app promotion
  • છૂટાછેડાનું કારણ શું ?

રિપોર્ટ અનુસાર, છૂટાછેડા દરમિયાન હંસિકાએ પોતાના ડાવરી કે ભરણપોષણનો દાવો કર્યો ન હતો. કોર્ટની સુનાવણી દરમિયાન હંસિકાના વકીલ, અદનાન શેખે જણાવ્યું હતું કે લગ્ન બાદ આ દંપતી થોડા વર્ષો સુધી સાથે રહ્યા. પરંતુ તેમને ધીમે ધીમે સમજાયું કે તેમનો સ્વભાવ, વિચાર અને લાઈફસ્ટાઈલમાં અલગતા છે. આથી તેમની વચ્ચે તકરાર થવા લાગી હતી. તેઓ રોજ નાની નાની બાબતો પર ઝઘડા કરતા હતા અને એક જ છત નીચે રહેવું વધુને વધુ મુશ્કેલ બન્યું હતું. આથી તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

પરિવાર, સંબંધીઓ અને ફ્રેન્ડ્સે આ લગ્ન બચાવવા માટે બેસ્ટ ટ્રાય કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા.  આથી આ કપલે અલગ થવાનો અને લગ્ન તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. તેમના વકીલના જણાવ્યા મુજબ તેઓ 2 જુલાઈ 2024 થી અલગ રહી રહ્યા છે.

વધુ વાંચો : શું પત્ની આહુજા ગોવિંદાથી અલગ થઇ જશે? તૂટશે 39 વર્ષ જૂનો નાતો!

ઉલ્લેખનીય છે કે, હંસિકા હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસ છે. તેને બાળપણથી જ તેની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તેને ટીવી શો 'શાકા લાકા બૂમ બૂમ' અને ફિલ્મ 'કોઈ... મિલ ગયા' માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. હંસિકા સિરિયલો "દેશ મેં નિકલા હોગા ચાંદ", "ક્યૂંકી સાસ ભી કભી બહુ થી", "સોન પરી, "કરિશ્મા કા કરિશ્મા અને બિદાઈ"માં જોવા મળી હતી. હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ દર્શાવ્યા બાદ હંસિકાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. તેને સાઉથના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hansika Motwani Divorced Sohail Kathuria

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ