બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / VTV વિશેષ / activist asks supreme court to probe into whatsapp snoopgate spyware case
ADVERTISEMENT
ભાજપના પૂર્વ મહાસચિવ કે.એન. ગોવિન્દાચાર્યે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી
ભાજપના પૂર્વ મહાસચિવ અને સમાજસેવક કે.એન. ગોવિન્દાચાર્યે ફેસબુક અને Whatsapp વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. સ્પાયવેર કેસમાં ફસાયેલા Whatsapp માટે આ અરજી માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. દુનિયાભરના સેકડોં યુઝર્સ પર ઈઝરાયલની કંપની દ્વારા જાસુસી કરવામાં આવી હતી જેમાં ભારતના 121 લોકોનો પણ સમાવેશ થાય છે.આ સિવાય ભારતમાં ફેક્ન્યુઝ પર રોક લગાવવી એ સરકાર માટે પડકાર છે જેથી Whatsapp પર ફેક્ન્યુઝ અટકાવવાનું દબાણ છે.
ADVERTISEMENT
NSOએ સ્પાયવેરને આતંકવાદ વિરુદ્ધની ટેકનોલોજી ગણાવી
જોકે એનએસઓ ગ્રુપ દ્વારા પણ સફાઈ આપવામાં આવી છે. એનએસઓ ગ્રુપ માને છે કે આ એક પ્રકારની ટેકનોલોજી જે સરકારને આતંકવાદ સામે લાદવામાં મદદ કરે છે અને ગુનાઓ ઓછા કરવામાં પણ આ રેકનોલોજી મદદરૂપ થાય છે. એનએસઓ ગ્રુપ દ્વારા જે પેગાસસ સ્પાયવેરથી લોકોની જાસુસી કરવામાં તેમાં 121 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગોવિન્દાચાર્ય જેમણે અગાઉ પણ સોશિયલ મીડિયા વિરુદ્ધ ઘણી લડત સર્વોચ્ચ અદાલતમાં લડી છે જે બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ ઘણા નીતિગત ફેરફાર પણ કરવા પડ્યા હતા. હવે તેમણે Whatsapp અને ફેસબુક પર ભારતીયોની ગોપનીયતા ભંગ કરવા બદલ તપાસના આદેશ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
કેન્દ્રિયમંત્રીને લખ્યો પત્ર
ADVERTISEMENT
ગોવીન્દાચાર્યે કેન્દ્રિયપ્રધાન રવિશંકર પ્રસાદને પણ પત્ર લખીને NIA દ્વારા Whatsapp વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને whatsappને ભારતમાંથી હટાવી દેવું જોઈએ અને આ જાસુસી કાંડમાં સંકળાયેલી કંપનીઓની Information Technology 2018 કાયદા મુજબ જવાબદારી નક્કી કરવી જોઈએ.
કંપનીઓ પર કાર્યવાહીની ઉઠી માંગ
ADVERTISEMENT
Whatsapp દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું કે તેની સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે એક બંધ રૂમ જેવું છે જેની ચાવી કંપની પાસે પણ નથી.જોકે અરજીકર્તાઓનું માનવું છે કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી કંપની પર ઘણી વખત આવા હુમાલાઓ થયા છે ત્યારે શું આ કંપનીઓએ સરકારને તેની જાણ કરી હતી? અને જો ન કરી હોય તો સરકાર દ્વારા આવી કંપીઓ પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવી?
ભારતના બંધારણમાં શું છે જોગવાઈ ?
ADVERTISEMENT
જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે IT એક્ટમાં આવી કંપનીઓ સરકારને સુરક્ષા વિષય પર જાણ કરે તેવી કોઈ જોગવાઈ ભારતના IT એક્ટમાં છે જ નહી. IT નિયમો 2011 મુજબ સાયબર સિક્યુરીટી અને તેની લગતી જાણકારીઓ કંપનીઓએ ભારતીય CERTને આપવાની રહેશે, પરંતુ આ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે જો કંપનીઓ માહિતી ન આપે તો તેમને દંડ અથવા સજા થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.