બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Action after attack on Namaz issue in Gujarat University

કાર્યવાહી / ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા, પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા

Vishal Khamar

Last Updated: 11:59 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા નમાઝ મુદ્દે થયેલા હુમલાને લઈ યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત યુનિવર્સિટીએ સાત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરતા સાત વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાની વિગતો સામે આવી હતી. જેમાં ગેરકાયદેસર રહેતા તમામ વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનનાં હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને જાણ કરવામાં આવી હતી. તેમજ આ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં રહેતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે નમાજ મુદ્દે થયેલા હુમલાને લઈ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મોટો નિર્ણય કરાયો હતો
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં બાદ યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.  જેમાં યુનિવર્સીટી દ્વારા NRI વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયો હતો. તેમજ  જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ સોશિયલ મીડિયાના પ્રેમનું મર્ડર! મંજુલાને દુપટ્ટાથી બાંધી તળાવમાં ફેંકી, પાપ છાપરે ચડીને પોકાર્યું

શું હતો સમગ્ર મામલો
તા. 17 માર્ચનાં રોજ રાત્રીનાં સુમારે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટોલમાં ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. જે બાદ મામલો મારા મારી સુધી પહોંચ્યો હતો. જે બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલીક તપાસનાં આદેશ આપ્યા હતા. તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ