બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The dead body recovered from Bhilad lake in Valsad district has been identified

વલસાડ / સોશિયલ મીડિયાના પ્રેમનું મર્ડર! મંજુલાને દુપટ્ટાથી બાંધી તળાવમાં ફેંકી, પાપ છાપરે ચડીને પોકાર્યું

Dinesh

Last Updated: 11:56 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

valasad news: પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક મંજુલા વારલી અને અજય પટેલ બંને એકબીજાથી પરિચિત હતા. મૃતક સેલવાસની એક શાળામાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી

વલસાડ જિલ્લાના ભીલાડના તળાવમાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ કેસમાં પોલીસના હાથે સફળતા લાગી છે. તળાવમાં થાંભલા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, મૃતક યુવતીની હત્યા નીપજાવી અને લાશને સગે વગે  કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ મૃતદેહને  દુપટ્ટા વડે થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ તળાવમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા જ ભીલાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે મૃતકના શરીર પર ઈજાના નિશાન અને થાંભલા સાથે બાંધેલી હોવાથી તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. વલસાડ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ  જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસ અને મહારાષ્ટ્રની પોલીસનો પણ સંપર્ક કરી અને મૃતક યુવતી અંગે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં મૃતક યુવતીના મળેલા કપડાં અને તેને પહેરેલા ઘરેણા બાદ તેની ઓળખમાં થઈ હતી. 

પોલીસ બે આરોપીઓની કરી ધરપકડ
જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવતીનું નામ મંજુલા વારલી છે જેઓ વાપી નજીક આવેલા મોટી તંબાડી ગામની રહેવાસી છે જે ઘરેથી ગુમ હતી. જેને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ભીલાડના  પલાડપાડાના અજય પટેલ અને ઉત્તમ વારલી નામના બે યુવકોની અટકાયત કરી તેમને પૂછપરછ કરી હતી.  જે પૂછપરછમાં આરોપીઓએ કરેલો ગુનો કબુલ કર્યો હતો અને અજય પટેલ અને ઉત્તમ વારલીએ જ મૃતક મંજુલાની હત્યા નીપજાવી તેની લાશને સગે વગે કરવા થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.

વાંચવા જેવું: અમદાવાદીઓ સાચવજો! ટુ-વ્હીલર લપસ્યું તો ગયા જ સમજો, ઓગળતો 'વિકાસ' કરાવશે મોતના દર્શન

હત્યા કરી તળાવમાં મૃતદેહ ફેક્યો હતો 
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક મંજુલા વારલી અને અજય પટેલ બંને એકબીજાથી પરિચિત હતા. મૃતક સેલવાસની એક શાળામાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી. અજય અને મંજુલા વચ્ચે  સોશિયલ મીડિયાના માઘ્યમથી મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમ થયો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. જેથી મંજુલાનો પીછો છોડાવવા માટે પ્રેમી અજયે મંજુલાને ભીલાડના તળાવ નજીક બોલાવી હતી. જે ઘટનાને અંજામ આપવા તેના મિત્ર ઉત્તમ વારલીને ઘટના સ્થળે બોલાવી અને આ મૃતદેહને સગે વગે કરવા માટે મૃતદેહને  દુપટ્ટાથી સિમેન્ટના થાંભલા સાથે બાંધી તળાવમાં ફેંકી દીધો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ