બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / achievement of china space program successful launch of long march 5b career rocket

બદઈરાદા / વિશ્વને કોરોનાની જાળમાં ગૂંચવી ડ્રેગને અંતરિક્ષ ક્ષેત્રે કર્યુ એવું કે, સમગ્ર વિશ્વને...

Published By: Dharmishtha

Last Updated: 08:37 AM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાએ વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. વિશ્વને કોરોનાનો ડંખ દેનાર ડ્રેગન ચીન અંતરિક્ષમાં પોતાને સુપર શક્તિશાળી બનાવવામાં લાગ્યુ છે. તે પોતાના આ પ્રોજેક્ટને દુનિયા કોરોનામાંથી બહાર આવે તે પહેલા જ સફળ બનાવવા માંગતું હોય તેમ ઝડપી કામ કરી રહ્યું છે. ચીની સ્પેશ સ્ટેશન પ્રોગ્રામ હેઠળ લૉન્ગ માર્ચ 5 બીની પહેલી ફ્લાઈટ મિશનની સફળતાથી સમગ્ર દેશ સેલિબ્રેટ કરી રહ્યો છે. દેશમાં એકબીજાને અભિનંદનની વર્ષા થઈ રહી છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ સ્પેસ વૈજ્ઞાનિકોના ઉત્સાહને વધારતા અભિનંદન પાઠવ્યા છે.

  • કોરોનાની વચ્ચે ચીને સ્પેસ શક્તિ પ્રદર્શન કર્યુ
  • ચીન પોતાને મહાસત્તા બનાવવા સતત કામ પર લાગ્યુ 
  • ચીને આ પહેલા કોરોનાની વચ્ચે કર્યા છે આવા અનેક પરિક્ષણ

સેન્ટ્રલ મિલેટ્રી  કમિશનના  વેનચાંગ સ્પેસ લોન્ચ સેન્ટરથી સફળતાપૂર્વક અવકાશમાં મોકલાયેલી ચીનની નવી જનરેશન મેન્ડ સ્પેસશિપની આખી ટીમને અભિનંદન આપ્યા અને મોટી સફળતા ગણાવી છે. વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા અભિનંદન સંદેશાઓમાં જણાવ્યું હતું કે કોવિડ  19 જેવા વૈશ્વિક મહામારીની વચ્ચે આખી ટીમે પોતાનું મિશન સંચાલિત કર્યુ છે જેથી સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં  ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

ચીન છેલ્લા પાંચ દાયકાથી તેના અંતરિક્ષ કાર્યક્રમ અંતર્ગત નવી નવી સિધ્ધિઓ મેળવી રહ્યું છે. આ સમય દરમિયાન તેણે દસથી વધુ કૈરિયર રોકેટ બનાવ્યા છે. લોંગ માર્ચ 5 બી સફળતાપૂર્વક લોંચ કર્યા પછી, ચીની સ્પેસ પ્રોગ્રામ એક નવા તબક્કે પહોંચી ગયું છે.

અગાઉ, કોરોના સંકટની વચ્ચે, ચીની સૈન્ય શક્તિમાં વધારો અને ગુપ્ત પરમાણુ પરિક્ષણો હાથ ધરવાના અહેવાલો આવ્યા હતા.  સ્વાભાવિક છે કે આ અહેવાલો સાથે ચાઈના સમગ્ર વિશ્વમાં પોતાની તાકાત અને ધાકધમકી વ્યક્ત કરીને પોતાને વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

China career rocket china space program long march 5b ચીન લોન્ગ માર્ચ 5 બી સ્પેસ પ્રોગ્રામ China

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ