ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માળિયા હાટીના નજીક 2 કાર અથડાતા ફાટ્યો ગેસનો બાટલો, 7ના મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા
Last Updated: 12:09 PM, 9 December 2024
ADVERTISEMENT
જુનાગઢનાં માળિયા હાટીનાં પાસે સવારનાં સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો. બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડાઓમાં આગ લાગી હતી. અકસ્માત અને આગની દુર્ઘટનામાં 7 લોકોનાં મૃત્યું થયા હતા.અકસ્માતમા હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT

ભંડરી ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો
ADVERTISEMENT
જૂનાગઢમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નિપજ્યા છે. વેરાવળ હાઈવે પર ભંડરી ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. એક કારમાં 5 કોલેજનાં વિદ્યાર્થીઓ અને બીજી કારમાં 2 લોકો સવાર હતા. 5 વિદ્યાર્થી ગડુ ગામ નજીકથી કોલેજની પરીક્ષા આપવા જતા હતા. બીજી કારનાં મૃતકો જાનુડા ગામનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય, અઠવાડિયું થઇ ગયું છતાંય કારણ અકબંધ
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ADVERTISEMENT
ત્યારે પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. બંને કાર વચ્ચે અકસ્માત થયા બાદ કારમાંથી ગેસનો ટેક બહાર નીકળતા આગ લાગી હતી. એક કાર રોડ નજીકનાં ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી. ઝૂંપડામાં પણ આગ પ્રસરી હતી. દુર્ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સહિત વહીવટી તંત્ર ઘટનાં સ્થળે પહોંચી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT