ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય, અઠવાડિયું થઇ ગયું છતાંય કારણ અકબંધ
Last Updated: 11:03 AM, 9 December 2024
ADVERTISEMENT
સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલનાં આપઘાતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. એક અઠવાડિયા બાદ પણ દીપિકા પટેલની આત્મહત્યાનું કારણ ખુલ્યું નથી. દીપિકાએ 2 કોર્પોરેટર સાથે મળીને જમીનમાં કરોડોનું રોકાણ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. કરોડોનું પેમેન્ટ કર્યા બાદ જમીનનો સોદો ઘોંચમાં પડ્યો હતો. રોકાણ કરનાર બંને કોર્પોરેટરે હાથ અધ્ધર કરી દીધા હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે. જમીન સોદામાં ચિરાગ સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હોવાની આશંકા છે. તેમજ નદીકાંઠાની જમીનમાં રોકાણ કરાયું હોવાની વાત છે. પોલીસ તપાસમાં ઘણી બધી વિગતો બહાર આવે તેવી સંભાવના છે.
ADVERTISEMENT

પરિવારનું મૌન પોલીસ તપાસમાં પડકારરૂપ બની રહ્યું હોવાની ચર્ચા
ADVERTISEMENT
સુરતમાં આપઘાત કરનાર ભાજપ નેતા દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. ત્યારે એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું તારણ સામે આવ્યું છે. કેસને લઈ ભાજપનાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. દીપિકાએ આપઘાત પહેલા ચિરાગ સાથે ફોન પર વાત કરી હતી. દીપિકાએ ફોનમાં ટેન્શનમાં હોવાનું કહ્યું હતું. તેમજ હું આવી રીતે નહીં જીવી શકું, તું તારૂ જોઈ લેજે એવું ફોનમાં કહ્યું હોવાનો ચિરાગનો દાવ છે. પરિવારનું મૌન પોલીસ તપાસમાં પડકારરૂપ બની રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વધુ વાંચોઃ માળિયા હાટીના નજીક 2 કાર અથડાતા ફાટ્યો ગેસનો બાટલો, 7ના મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા
ADVERTISEMENT
આપઘાત કરવાનું કારણ અકબંધ
મૃતકના સંબંધીઓ જણાવ્યું હતું કે, તેઓ સમાજ સેવક અને સક્રિય કાર્યકર હતાં, તેઓ આવું પગલું ભરી જ ના શકે અમને હત્યાની આશંકા છે. આપને જણાવીએ કે, પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે તેમના પતિ નરેશભાઈ ખેતી કામ કરે છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT