બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / About a thousand years of mythological seed found in this place in Ahmedabad, traces of history with Solanki period, see VIDEO

પુરાતત્વ વિભાગ / અમદાવાદમાં આ જગ્યાએ મળી અંદાજીત એક હજાર વર્ષ પૌરાણિક વાવ, સોલંકી કાળ સાથે ઈતિહાસનો અંદેશો, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 10:44 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે દસક્રોઈનાં કાણીયલ ગામ ખાતે વધુ એક પૌરાણીક વાવ ખોદકામ દરમ્યાન મળી આવી છે.

  • અમદાવાદ શહેરનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં યુનેસ્કોએ સ્થાન આપ્યું છે
  • દસક્રોઈના કાણીયલ ગામ ખાતે પૌરાણીક વાવ મળી આવી
  • અઠવાડિયા પહેલા મંદિર બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કો દ્વારા સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં શહેર તથા શહેરની આસપાસ અનેક પૌરાણીક વાવનો પણ સમાવેશ થાય છે. ત્યારે દસ્ક્રોઇ વિધાનસભામાં આવતા કાણીયલ ગામ ખાતે પણ વધુ એક પૌરાણીક વાવ ખોદકામ દરમિયાન મળી આવેલ છે.

ખોદકામ દરમ્યાન વાવ મળી આવી

ખોદકામ આગળ વધારતા પૌરાણીક વાવ મળી આવી
અમદાવાદ શહેરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા કાણીયલ ગામ ખાતે એક અઠવાડિયા પહેલા ખોડિયાર મંદિર માટે પાયા ખોદવાની શરૂઆત કરવામાં આવી હતી. પાયા ખોદતાં સમયે પગથીયા મળ્યા. ત્યારે ગામના લોકોને ઊંડાણમાં શું હશે તેં જાણવાની ઉત્સુકતા જાગી અને ખોદકામ આગળ વધાર્યુ. ત્યારે એક પૌરાણીક વાવ મળી આવી.

પુરાતન અવશેષો મળતા ખોદકામ રોકી દેવામાં આવ્યું

 

ગામનો ઈતિહાસ સોલંકી કાળ સાથે સંકળાયેલો છે
કાણીયલ ગામના લોકો પહેલાથી જ કહેતા હતા કે આ ગામનો ઇતિહાસ સોલંકી કાળ દરમિયાન સાથે સંકળાયેલો છે. તેવી વાતો ગામના લોકો કરતા હતા. પરંતુ ક્યારેય ખોદકામ કરવામાં આવ્યુ ના હતું. પહેલાના સમયમાં આ વાવ ની આસપાસમાં એક શહેર પણ હતું અને અહિયા આસપાસના માત્ર 2 ગામો એવા હતા જ્યાં નદી ના હતી.  માત્ર વાવ હતી એવો પણ ઇતિહાસ અહિયા સાંભળવા મળ્યો હતો.

ગ્રામજનો કૂતુહલ ખાતે દેખવા ઉમટ્યા

ખોદકામ દરમ્યાન વાવ મળતા લોકોમાં ભારે આશ્ચર્ય
કાણીયલ ગામે ખોદકામ કરતાં સમયે વાવ મળતા લોકોમાં ભારે આશ્ચર્ય થયુ હતું. ત્યારે આસપાસના લોકો પણ આ વાવ જોવા માટે પહોચ્યા હતા. જેમાં ગાંધીનગર ખાતે થી અતુલ્ય વારસો ફાઉન્ડેશનના ચેરમેન પણ આ વાવની મુલાકાત લીધી હતી.  આ વાવ નું બાંધકામ અને તેની ડિઝાઇન જોઇને સોલંકી કાળ નો ઇતિહાસ સાથે સંકળાયેલો હોય શકે છે. આ સાથે આ વાવ નું વર્ષો પહેલા રીનોવેશન પણ કરાવ્યુ હોય શકે છે. તેવું પણ તેમા મળી આવેલી ઈટો પરથી અતુલ્ય વારસોના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યુ હતું. 

પ્રાચીન પુરાતન મૂર્તિઓ મળી આવી

પૌરાણીક મૂર્તિઓ પણ મળી આવી
કાણીયલ ગામ ખાતે ખોડિયાર મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન વાવ મળી આવી અને સાથે સાથે પૌરાણીક મૂર્તિઓ પણ મળી આવી હતી... જેની જાણ થતા ગામના સરપંચ દ્વારા મામલતદાર અને પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ