બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / abhishek benerjee said more people gather to watch jcb work then amit shah's rally

કટાક્ષ / અભિષેક બેનર્જીનો ટોણો, અમિત શાહની રેલીથી વધારે લોકો તો 'જેસીબીનું ખોદકામ' જોવા માટે ભેગા થાય છે

Published By: Mayur

Last Updated: 05:44 PM, 16 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહની ઝારગ્રામ રેલી રદ થતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે એમની રેલી કરતાં વધારે લોકો તો જેસીબીનું ખોદકામ જોવા માટે અથવા ચાની લારી પર ભેગા થાય છે.

  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે 
  • તાજેતરમાં અમિત શાહે રેલી રદ થતાં વર્ચ્યુઅલ રેલીમાં સંબોધન કર્યું હતું
  • ભાજપ ગાયના દૂધમાંથી સોનું કાઢી 'સોનાર બાંગ્લા' યોજના બનાવશે 

પશ્ચિમ બંગાળમાં જામ્યો ચૂંટણી જંગ
  
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ છાશવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રેલીઑ કરી રહ્યા છે તો બીજી તરફ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. 

અભિષેક બેનર્જીએ કર્યો કટાક્ષ 

થોડા સમય અગાઉ ગૃહ મંત્રી અમિત શાહની ઝારગ્રામમાં રેલી હતી જે પાછળથી રદ કરવામાં આવી હતી. આ રેલીના રદ થવા પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે મેં રેલીના ફોટા જોયા છે. એકદમ ઓછા લોકો જોવા મળ્યા હતા. આનાથી વધારે લોકો તો જેસીબીનું ખોદકામ જોવા માટે અથવા ચા વાળની દુકાને ભેગા થતાં હોય છે. 

પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા'  કેવી રીતે બનાવશે

અભિષેક બેનર્જીએ ઉમેર્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશ, ગુજરાત કે અસમ જેવા પોતાના શાસન હેઠળ રહેલા રાજ્યોને સ્વર્ણિમ રાજ્યોમાં બદલી શક્યું નથી તો પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા' બનાવવાનો વાયદો કઇ રીતે પૂરો કરશે. 

અન્ય એક જગ્યાએ તેમણે ટોણો મારતા કહ્યું હતું કે ભાજપ ગાયના દૂધમાંથી સોનું કાઢીને 'સોનાર બાંગ્લા' બનાવવાની યોજના ઘડી રહ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસ 250 થી વધારે સીટ જીતશે 

પશ્ચિમ મેદીનીપુર જિલ્લાનાં ચંદ્રકોનામાં એક રેલીને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં વ્યાપક પ્રમાણમાં જનમેદની જોવા મળી રહી છે તે જોતાં આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને 250થી વધારે સીટો જીતીને ફરી સત્તારૂઢ થશે. અન્ય એક રેલીમાં અભિષેકે કહ્યું હતું કે ભાજપ સોનાર યુપી, સોનાર અસમ, કે સોનાર ગુજરાત નથી બનાવી શક્યું હતો સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો કેવી રીતે પૂરો કરશે? એવું લાગે છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગાયના દૂધમાંથી સોનું કાઢી સોનાર બાંગ્લા બનાવશે. 

ચૂંટણી પ્રચારમાં લાગેલા ભાજપના નેતાઓમાં અમિત શાહ સોમવારે ઝારગ્રામમાં એક રેલીને સંબોધિત કરવાના હતા પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં વર્ચ્યુઅલ રેલીમાં સામેલ થયા હતા.   


 

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal Elections abhishek benergee amit shah politics અભિષેક બેનર્જી Abhishek benerjee

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ