બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / AAP Sanjay Singh Out Of Tihar After 6 Months

દિલ્હી / દારુ કૌભાંડમાં 6 મહિના જેલની હવા ખાઈને બહાર આવ્યાં સંજય સિંહ, ઘેરને બદલે અહીં પહોંચ્યાં

Hiralal

Last Updated: 08:54 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહ આખરે દિલ્હીની હાઈ પ્રોફાઈલ તિહાડ જેલમાંથી છૂટા થયાં છે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દારૂ કૌભાંડમાં 6 મહિના બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાંના બીજા દિવસે તેમને છોડવામાં આવ્યાં હતા. સંજય સિંહ જેલમાંથી છૂટીને સીધાં અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચીને તેમની પત્ની સુનિતા કેજરીવાલને મળ્યાં હતા, પરિવાર પણ હાજર હતો. 

કોર્ટે સંજય સિંહને શરતી જામીન આપ્યાં 
સુપ્રીમ કોર્ટે સંજય સિંહને શરતી જામીન આપ્યાં છે જેમાની કેટલીક શરતો પ્રમાણે, સંજય સિંહ પુરાવા સાથે છેડછાડ નહીં કરે. તેઓ દિલ્હી-એનસીઆર છોડશે નહીં. જો દિલ્હી છોડીને બહાર જવું હોય તો કોર્ટને જાણ કરવી પડશે તેમજ પાસપોર્ટ પણ સબમિટ કરવો પડશે. સંજય સિંહના લોકેશન પર નજર રાખવામાં આવશે તેમજ તપાસમાં પણ સહકાર આપવો પડશે. તે ઉપરાંત કેસને લઈને કોઈ ટિપ્પણી કે નિવેદન પણ નહીં કરી શકે. 

મારા મોટાભાઈઓને પણ જામીન મળશે 
સંજય સિંહે એવું કહ્યું કે મને જામીન આપવા બદલ હું ન્યાયતંત્રનો આભાર માનું છું અને આશા રાખું છું કે મારા મોટા ભાઈ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પણ ટૂંક સમયમાં જામીન મળી જશે." જ્યાં સુધી મારા ત્રણ ભાઈઓ બહાર નહીં આવે ત્યાં સુધી અમારા ઘરમાં કોઈ ઉજવણી નહીં કરવામાં આવે. 

સંજયની 6 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી'
ઈડીએ 4 ઓક્ટોબર 2023ના રોજ સંજય સિંહની ધરપકડ કરી હતી. ઇડીની ચાર્જશીટમાં સંજય સિંહને 82 લાખ રૂપિયાની લાંચ મળી હતી. 4 ઓક્ટોબરે ઈડી તેમના ઘરે પહોંચી હતી અને 10 કલાક લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ