બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir, Madhavan and Sharam drank alcohol for a scene in 3 Idiots shares funny story

મનોરંજન / '3 ઈડિયટ્સ'ના એક સીન માટે આમિર,માધવન અને શરમને પીધો હતો દારૂ, અભિનેતાએ શેર કર્યો મજેદાર કિસ્સો

Megha

Last Updated: 02:10 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'3 ઈડિયટ્સ' દર્શકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે. એવામાં માધવને તાજેતરમાં આ ફિલ્મના એ સીન વિશે વાત કરી હતી જેમાં આમિર ખાને શુટ પહેલા બધાને દારૂ પીવડાવ્યો હતો.

બોલિવૂડ એક્ટર આર માધવન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'શૈતાન'ને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં એમની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે અને 'શૈતાન' બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. એવામાં હાલમાં જ આર માધવને 2009માં રિલીઝ થયેલી તેની સુપરહિટ ફિલ્મ '3 ઈડિયટ્સ' વિશે વાત કરી હતી.  

બોલિવૂડ એક્ટર આમિર ખાનની 2009માં આવેલી ફિલ્મ '3 ઈડિયટ્સ' દર્શકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં આમિર સાથે શરમન જોશી અને આર માધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. માધવને તાજેતરમાં આ ફિલ્મના કેટલાક યાદગાર દ્રશ્યો યાદ કર્યા અને એમને એ સીન વિશે વાત કરી જેમાં ફિલ્મના મુખ્ય પાત્રોએ નશામાં ધૂત રહેવું પડ્યું હતું.  

તમને રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત '3 ઈડિયટ્સ'નો એ સીન યાદ જ હશે જ્યારે રેન્ચો, ફરહાન અને રાજુ દારૂના નશામાં ડિરેક્ટરના દરવાજાની સામે પેશાબ કરે છે. આ સીનને વાસ્તવિક બનાવવા માટે આમિરે બધાને દારૂ પીવડાવ્યો હતો. જે બાદ સીનનું શૂટિંગ કરવું ઘણું મુશ્કેલ બની ગયું હતું.

માધવને ખુલાસો કર્યો કે 'આમિરનો વિચાર હતો કે નશામાં ધૂત હોય એવા સીનમાં તમારે ક્યારેય એવું વર્તન ન કરવું જોઈએ કે તમે નશામાં છો. તમારે દારૂ પીવું જોઈએ અને તમે સામાન્ય છો તેવું વર્તન કરવું જોઈએ. અમે 9 વાગ્યે શૂટિંગ કરવાના હતા, તેથી આમિરે પ્લાન કર્યો કે 8 વાગ્યા સુધીમાં અમે પીવાનું શરૂ કરીશું અને 8:30-8:45 સુધીમાં અમે ત્રણ-ચાર પેગ પીશું. ત્યારે જ લાઇટ ગઈ અને તેઓએ કહ્યું કે અમારી પાસે હજુ બે કલાક છે. અમે અમારા નશાનું સ્તર જાળવી રાખવા માગતા હતા, પરંતુ અમને ખ્યાલ ન હતો કે બેંગલુરુની ઠંડી હવા અમારા નશાને વધુ વધારી રહી છે. જ્યારે શૂટ કરવાનો સમય આવ્યો ત્યારે અમને લાગ્યું કે અમે સાવ સામાન્ય છીએ, પરંતુ અમારી લાઇન બોલવામાં કલાકો લાગી રહ્યા હતા.'

વધુ વાંચો: લોરેન્શ બિશ્નોઈનો કાળ બનશે નાનો સિદ્ધૂ ! ફેન્સનું રિએક્શન, માતાએ IVFથી પુત્રને જન્મ આપ્યો

ફિલ્મ '3 ઈડિયટ્સ'ની વાત કરીએ તો 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મે મોટા પડદા પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આમિર, આર માધવન અને શરમન જોશી ઉપરાંત બોમન ઈરાની અને કરીના કપૂરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

3 Idiots Aamir Khan R Madhavan On Aamir Khan r madhavan આમિર ખાન આર માધવન R madhavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ