બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sidhu Moosewala mother gives birth to a son, father shares picture of new born baby
Megha
Last Updated: 02:11 PM, 17 March 2024
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા ભલે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તે ફેન્સ વચ્ચે અવારનવાર ચર્ચામાં રહે છે અને હવે ફરી એકવાર સિદ્ધુ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. વાત એમ છે કે દિવંગત સિંગરના ઘરે ફરીથી કિલકારીઓ ગુંજી ઉઠી છે. તેની માતા ચરણ કૌર ગર્ભવતી હોવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા અને હવે સમાચાર છે કે તેણે પુત્રને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો છે અને સિદ્ધુ મૂસેવાલાના પિતાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે, જેના કારણે ચાહકોમાં ખુશીની લહેર છે અને તેઓ કહી રહ્યા છે કે સિદ્ધુ મૂસેવાલા પાછા આવી ગયા છે. સ્વ.સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો લોકોના આશીર્વાદ સાથે ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં સ્થાન આપ્યું છે. ઈશ્વરના આશીર્વાદથી બાળક અને મા સ્વસ્થ છે અને શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.'
સાથે જ બલકૌર સિદ્ધુએ ઈન્સ્ટાગ્રામ પરની આ પોસ્ટમાં એમને સિદ્ધુ મૂસેવાલાનો ફોટો પણ બાજુમાં રાખ્યો છે. જેના પર લખ્યું હતું – “લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી”. આ તસવીર સામે આવતા જ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સિદ્ધુ મૂસેવાલાના ચાહકો તેમના નાના ભાઈના આગમનથી ખૂબ જ ખુશ છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- સિદ્ધુ વીરે પાછો આવ્યો છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - લિજેન્ડ પાછો ફર્યો. ત્રીજા યુઝરે લખ્યું- દરેકને અભિનંદન.
લોકો સિદ્ધુ મૂસેવાલાના પરિવારને અભિનંદન આપી રહ્યા છે અને આ દરમિયાન, ઘણા લોકોએ એમ પણ કહ્યું છે કે ગાયકનો પુનર્જન્મ થયો છે અને હવે લોરેન્શ બિશ્નોઈનો કાળ બનશે આ નાનો સિદ્ધૂ.
વધુ વાંચો: '3 ઈડિયટ્સ'ના એક સીન માટે આમિર,માધવન અને શરમને પીધો હતો દારૂ, અભિનેતાએ શેર કર્યો મજેદાર કિસ્સો
જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે IVF ટેકનિકની મદદથી ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. સિદ્ધુની માતા ચરણ કૌરે ફેબ્રુઆરીમાં IVF ટ્રીટમેન્ટ કરાવી હતી અને માર્ચમાં બાળકને ગર્ભધારણ કરવામાં સફળતા મળી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.