બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / aadhar card can be downloaded even without registered mobile number know the complete process

યૂટિલિટી ન્યૂઝ / હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના પણ ડાઉનલોડ કરી શકાશે તમારું આધાર કાર્ડ, જાણો સિમ્પલ પ્રોસેસ

Published By: Bhushita

Last Updated: 08:13 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર એવું બને છે કે મોબાઈલ નંબર બંધ થઈ જાય છે અથવા તો તે આધાર સાથે રજિસ્ટર્ડ હોતો નથી. તો તમે તેના વિના પણ આધાર કાર્ડને સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો.

  • આવશે મુશ્કેલીઓનો અંત
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના પણ ડાઉનલોડ કરી શકાશે તમારું આધાર કાર્ડ
  • જાણી લો સરળ સ્ટેપ્સની પ્રોસેસ અને કરી લો તમારું કામ

Aadhar Cardને એક ખાસ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આ માટે તેમાં કોઈપણ ભૂલ હોય તો તેને અપડેટ કરવાની સાથે સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર હોવો જરૂરી છે.  મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે આધારમાં મોબાઈલ નંબર લિંક ન હોય અને તમારે તેમાં કંઈક અપડેટ કરાવવું હોય. તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના તમે કઈ રીતે આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.  

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના આ રીતે ડાઉનલોડ કરો તમારું આધાર કાર્ડ
 

  • આ માટે તમારે સૌથી પહેલા  UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે.
  • અહીં ટોપમાં લેફ્ટમાં તમે My Aadhaar Card ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે  Get Aadhaar સેક્શનમાં જાઓ અને Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
  • અહીં 12 નંબરનો આધાર નંબર લખો અને સિક્યોરિટી કોડ પણ નાંખો.
  • હવે  My Mobile Number is not Registeredની સામે બનેલા બોક્સ પર ક્લિક કરો. 
  • અહીં તમને બીજો કે અન્ય   Unregistered મોબાઈલ નંબર ભરવાનું ઓપ્શન મળશે.  
  • હવે OTP પર ક્લિક કરો અને OTPને એન્ટર કરો.  
  • આ પછી નવી વિન્ડો ખુલશે અને તમારે અહીં પેમેન્ટ કરવાનું રહેશે. 
  • હવે  PDF ડાઉનલોડ કરવા માટે ડિજિટલ સિગ્નેચર સબમિટ કરો.  
  • હવે મોબાઈલ પર એક મેસેજ આવશે જેમાં સર્વિસ રિકવેસ્ટ નંબર હશે. તેનાથી તમે આધાર કાર્ડના સ્ટેટસને જાણી શકશો. 
  • આ રીતે  તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના જ આધાર પીવીસી કાર્ડ મંગાવી શકશો. 
     

સંકળાયેલા મુદ્દાઓ

aadhar card download process registered mobile number આધાર કાર્ડ પ્રોસેસ બિઝનેસ ન્યૂઝ મોબાઈલ નંબર લિંક aadhar card can be downloaded even without registered mobile number

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ