બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એ લોકો, જેને આધાર-પાન લિંક કરવાની જરૂર નથી! એવું કેમ? તો જાણી લો નિયમ

કામની વાત / એ લોકો, જેને આધાર-પાન લિંક કરવાની જરૂર નથી! એવું કેમ? તો જાણી લો નિયમ

Jinal Chauhan

Last Updated: 12:24 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. પણ આમા ઘણા લોકો અને રાજ્યોને છૂટ આપવામાં આવી છે.

દેશમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ તારીખ સુધી તમે તમારા પાનને આધારકાર્ડ સાથે લિંક નહીં કર્યું હોય તો 1લી જાન્યુઆરી 2026થી તમારું પાનકાર્ડ બંધ થઈ જશે. જો કે આ નિયમોમાંથી અમુક લોકોને અને રાજ્યોને છૂટ આપવામાં આવી છે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જેટલી નજીક આવી રહી છે લોકો એટલી જ ઝડપે તેમના કામ પુરા કરવામાં લાગી ગયા છે. મોટાભાગના લોકોએ પાનકાર્ડને આધાર સાથે લિંક કરી દીધું છે. બાકીના લોકો આ કામ પુરુ કરવામાં લાગી ગયા છે. નિયમ હેઠળ જો પાત્ર લોકો તેમના પાનકાર્ડને આધારકાર્ડ સાથે 31 ડિસેમ્બર 2025 સુધી લિંક નહીં કરી શકે તો તેમનું પાનકાર્ડ 1લી જાન્યુઆરી 2026થી બંધ થઈ જશે.

pan-card

બીજી તરફ ઘણા લોકો અને રાજ્યોને આ પાન-આધાર લિંકિંગથી બહાર રાખવામાં આવ્યા છે એટલે કે આ લોકો અને રાજ્યોને પાન આધાર લિંકિંગ પ્રક્રિયામાંથી છૂટ આપવામા આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ માનો કે આધાર સાથે PAN CARD લિંક ન કરાવ્યું તો? થઇ શકે છે આ નુકસાન

આ લોકોને પાન આધાર લિંક કરવું જરૂરી નથી

દેશમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. બીજી તરફ ઘણા એવા લોકો છે જેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. એટલે કે આ લોકોએ પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. આવા લોકોમાં બિનભારતીય એટલે કે NRI સામેલ છે. જે ઈનકમ અધિનિયમની શ્રેણીમાં આવતા નથી. આ ઉપરાંત 80 વર્ષના કે પછી તેનાથી વધાર ઉંમર વાળા વ્યક્તિઓએ પણ પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. સાથે જ એવા લોકો જેમની પાસે આધાર નંબર અને એવા લોકો જેમને સરકાર દ્વારા વિશેષ છૂટ મળી છે. આ તમામને પાન-આધાર લિંક કરવું જરૂરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN card rules PAN Aadhaar exemption Aadhaar PAN linking
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ