બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે આધાર સાથે PAN CARD લિંક ન કરાવ્યું તો? થઇ શકે છે આ નુકસાન

કામની વાત / માનો કે આધાર સાથે PAN CARD લિંક ન કરાવ્યું તો? થઇ શકે છે આ નુકસાન

Priykant Shrimali

Last Updated: 02:44 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN Card Aadhar Card Link : જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો નુકસાન, દંડ અને તમારા ITR સાથે સમસ્યાઓ માટે તૈયાર રહો, હજુ પણ એક તક

PAN Card Aadhar Card Link : જો તમારી પાસે PAN કાર્ડ છે અને તમે હજુ સુધી તેને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી, તો હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં આવકવેરા વિભાગે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, PAN અને આધાર લિંક કરવું ફરજિયાત છે. જો તમે આ કામ સમયસર નહીં કરો તો તમને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આવો જે જાણી કે, જો તમે PAN-આધાર લિંક નહીં કરો તો શું થશે?

જો તમે 31 ડિસેમ્બર, 2025 સુધી PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે. નિષ્ક્રિય PAN હોવાનો અર્થ એ છે કે તમારું PAN કાર્ડ કામનું નહીં રહે. આ કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ નહીં કરી શકો

  • નિષ્ક્રિય PAN હોવા પર તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં. જો રિટર્ન ફાઇલ નહીં થાય, તો તમને દંડ અને નોટિસ પણ આવી શકે છે.

રિફંડ અટકી શકે છે

  • જો તમારે ટેક્સ રિફંડ મળવાનું હોય, તો તે પણ નહીં મળે. PAN નિષ્ક્રિય હોવાથી સરકાર તમારી રિફંડ રકમ રોકી શકે છે.

વધારે TDS કપાઈ શકે છે

  • જો PAN નિષ્ક્રિય હોય, તો બેંક અથવા અન્ય સંસ્થાઓ વધુ દરે TDS કાપી શકે છે, જેનાથી તમારો નાણાકીય નુકસાન થશે.

બેંક અને ફાઇનાન્સ સંબંધિત કામ અટકી શકે

  • નવું બેંક ખાતું ખોલવું, લોન લેવી, ડીમેટ ખાતું, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજારના વ્યવહારો તમામ જગ્યાએ PAN જરૂરી છે. PAN નિષ્ક્રિય હશે તો આ બધું બંધ થઈ શકે છે.

Form 15G / 15H અમાન્ય બની જશે

  • જો તમે પહેલેથી જ Form 15G અથવા 15H ભરેલું છે, તો PAN નિષ્ક્રિય થતાં જ તે ફોર્મ અમાન્ય ગણાશે. એટલે TDS કપાવાનું શરૂ થઈ શકે છે.

PAN ને આધાર સાથે લિંક કરવા માટે દંડ

જો તમે અત્યાર સુધી PAN-આધાર લિંક નથી કર્યું, તો લિંક કરતા પહેલા તમારે ₹1,000 નો દંડ ભરવો પડશે. આ ફી નોન-રિફંડેબલ છે, એટલે પાછી મળશે નહીં. પરંતુ જો તમારું PAN 1 ઓક્ટોબર, 2024 પછી આધાર એનરોલમેન્ટ ID દ્વારા બનાવવામાં આવ્યું હોય, તો તમે 31 ડિસેમ્બર, 2025 સુધી કોઈ ફી વગર લિંક કરી શકો છો.

PAN અને આધાર લિંક કરવું કેમ જરૂરી છે?

સરકાર PAN અને આધારને જોડીને ફ્રોડ રોકવા, ડુપ્લિકેટ PAN બંધ કરવા અને ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માંગે છે. એટલે દરેક કરદાતા માટે આ લિંકિંગ ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : બસ ફૉલો કરો આ સ્ટેપ્સ, ને ગણતરીની મીનિટોમાં તમારું આધાર PANCARD સાથે લિંક

PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરશો? (ઓનલાઇન રીત)

  • આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ
  • “Quick Links” માંથી “Link Aadhaar” પર ક્લિક કરો
  • PAN નંબર, આધાર નંબર અને આધાર મુજબ નામ દાખલ કરો
  • આધાર સાથે જોડાયેલા મોબાઇલ પર OTP આવશે
  • OTP દાખલ કરો
  • જો દંડ લાગુ પડે તો ₹1,000 e-Pay Tax દ્વારા ચૂકવો
  • ફોર્મ સબમિટ કરો
  • થોડા દિવસોમાં PAN-આધાર લિંક થવાની પુષ્ટિ મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pan card aadhar card link aadhaar pan link status PAN card Status
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ