બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A video of a unique cricket fan has gone viral on social media

વાયરલ / મેચ જોવા ગયેલા અનોખા ક્રિકેટપ્રેમીના કારનામાએ લોકોને પેટ પકડીને હસાવ્યા, જુઓ VIDEO

Kishor

Last Updated: 07:37 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના સ્ટેડિયમમાં ટિકિટ ખરીદી મેંચ જોવા ગયેલો એક ક્રિકેટનો ચાહક ખાલી ખુરશીઓ જોઈ  પર સૂઈ ગયા બાદ મોબાઇલમાં લાઈવ ક્રિકેટ નિહાળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • ક્રિકેટના અનોખા ચાહકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ક્રિકેટપ્રેમીએ સ્ટેડિયમમાં જય મોબાઈલમાં નિહાળ્યો મેચ
  • ટ્વિટર પર વાયરલ વીડિયોમાં ઘણા યુઝર્સે કરી કેમેન્ટસ

 IPL 2023 ને લઈને જાત જાતના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વાયરલ થઈ રહેલો વિડિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં iplના ચાહક એક વ્યક્તિએ ક્રિકેટ જોવા માટે સ્ટેડિયમમાં ટિકિટ ખરીદી બાદ તે સ્ટેડિયમમાં જઈ અને ખુરશી પર સૂતા સૂતા લાઇવ મેચ નિહાળવાને બદલે મોબાઇલમાં મેચ જોતો હતો. જે અંગેનો વિડીયો વાયરલ થતા યુઝર્સ અનેક પ્રકારની કમેન્ટ્સ આપી રહ્યા છે.

વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળ્યા 

ક્રિકેટના સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ વાયરલ વીડિયોમાં એક અનોખો ક્રિકેટ પ્રેમી જોવા મળી રહ્યો છે. જે સ્ટેડિયમ સુધી તો પહોંચી ગયો હતો પરંતુ ખાલી ખુરશી જોઈને તે ખુરશી પર જ પગ લાંબા કરીને સુઈ ગયો હતો અને બાદમાં મોબાઇલમાં લાઈવ મેચ નિહાળતો હતો.ટ્વિટર પર વાયરલ વીડિયોમાં અત્યાર સુધી ઘણા યુઝર્સે કેમેન્ટસ કરી છે. ટ્વીટર પર ‘@bijjuu11’ એકાઉન્ટ નામથી શેર કરવામાં આવેલા આ વીડિયો નિહાળી એક યુઝરે લખ્યું કે અરે ભાઈ.. દૂરથી દેખાતું ન હતું, તેથી તે માત્ર મોબાઈલ જોવા લાગ્યો. અન્ય એક યુઝરે મોદીજીની એક મીમ શેર કરી, જેમાં લખ્યું હતું કે અમારી પાસે ઘણા તેજસ્વી લોકો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ