બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A unique initiative by the organizers to protect poor youth from heart attack

સ્પેશ્યલ સુવિધા / ગરબે ઘૂમતા યુવાનોને હાર્ટ એટેકથી રક્ષણ આપવા આયોજકોની અનોખી પહેલ, ખેલૈયાઓ સાથે ડૉકટરોની ટીમ ખડેપગે રહેશે તૈનાત

Malay

Last Updated: 12:24 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: વડોદરા અને અમદાવાદમાં નવરાત્રીમાં ગરબા આયોજકોનું અનોખું આયોજન, ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા મેદાન પર ઊભી કરાશે મીની હોસ્પિટલ.

  • હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા ગરબા આયોજકો ચિંતિત
  • મેદાન પર મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરાશે 
  • મેદાનામાં ખેલૈયાઓને મળશે તાત્કાલિક સારવાર

Navratri 2023: આખું ગુજરાત હિલોળે ચડતું હોય એવા નવરાત્રીના પાવન તહેવાર આડે માંડ પખવાડિયું રહ્યું છે, ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે, ગરબા પ્રેક્ટિસ માટે ડાન્સ ક્લાસિસ પણ ઘણા સમયથી ધમધમી રહ્યા છે. પરંતુ હર્ષોલ્લાસના આ તહેવાર પહેલાં જ ગુજરાતના અલગ-અલગ ત્રણ જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણા ગરબારસિકોને હચમચાવી નાખ્યા છે. વાસ્તવમાં નવરાત્રી પહેલા જ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. 

એક એવી જગ્યા જ્યાં રમાય છે સંસ્કૃત ગરબા, જાણો શું છે | One place where  Sanskrit Garba is played
ફાઈલ તસવીર

હાર્ટ એટેકના બનાવ વધતા આયોજકો ચિંતિત
વડોદરા અને અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું છે. જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે. ખેલૈયાઓ સાથે ડોકટરોની ટીમો પણ ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે.

Topic | VTV Gujarati
ફાઈલ તસવીર

મેદાનમાં મીની હોસ્પિટલની સુવિધા કરાશે ઊભી 
વડોદરાના  IMA, યુનાઈટેડ, નવલખી સહિતના ગરબામાં મીની હોસ્પિટલની ખાસ સુવિધા ઊભી કરવામાં આવશે. હાર્ટ એટેકના કિસ્સામાં ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં જ તાત્કાલિક સારવાર મળી રહેશે. અમદાવાદના ગરબા આયોજકે પણ આ પહેલ કરી છે. હાર્ટ એટેકના ખતરાને જોતાં અમદાવાદમાં ગરબા સ્થળે એમ્બ્યુલન્સ ગોઠવાશે. 

ડો મિતેષ શાહ (પ્રમુખ, આઈએમએ,વડોદરા)

એન્ટ્રી ગેટ પર મીની હોસ્પિટલ ઊભી કરાશે
આ અંગે IMAના પ્રમુખ ડૉ મિતેષ શાહે જણાવ્યું કે, 30 વર્ષથી લઈને 50 વર્ષની વય સુધીના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. ત્યારે અમારા દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ત્રણેય મેઈને એન્ટ્રી ગેટ પર મીની હોસ્પિટલ ઊભી કરાશે. કોઈપણ ખેલૈયાને સ્વાસ્થ્યને લઈને કોઈપણ તકલીફ પડે તો અમે દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરીશું. 

અન્ય ગરબા આયોજકોને પણ કરીશું અપીલઃ  ડૉ મિતેષ શાહ
તેઓએ કહ્યું કે,  અમે દરેક ગરબાના આયોજકોને પણ આ અંગે અપીલ કરવાના છીએ કે તમે તમારા ગરબાના મેઈન ગેટ પર એક મીની હોસ્પિટલનું પ્રયોજન કરો. કંઈપણ જરૂર પડે IMA વડોદરાનો સંપર્ક કરો, અમે દરેક જગ્યાએ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયાર જ છીએ.  

No description available.

3 યુવકોના ગરબા રમતા મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 10થી 12 દિવસમાં 3 યુવાનોના ગરબા રમતા-રમતા હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યાં છે. આ યુવાનો સુરત, જામનગર અને જૂનાગઢ એમ 3 અલગ-અલગ જિલ્લાઓમાં રહેતા હતા. જેઓની ઉંમર પણ 18થી 25 વર્ષની વચ્ચે હતી. નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવાના કિસ્સા વધતા મેડિકલ જગત પણ ચિંતિત છે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ