ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
BCCIના પાંચ પદો માટે થશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના રોજ BCCIના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. સાથે જ જય શાહ 24 ઓક્ટોબર 2019ના રોજ BCCIના સચિવ બન્યા હતા. બંનેનો કાર્યકાળ ઓક્ટોબર 2022માં સમાપ્ત થઈ જશે. 18 ઓક્ટોબરે BCCIના પાંચ પદો માટે ચૂંટણી યોજાશે.
ADVERTISEMENT
BCCIના અધ્યક્ષ પદની રેસમાં રોજર બિન્ની મોખરે
બિન્ની અગાઉ પસંદગી સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા છે. અને તે સૌરવ ગાંગુલીના સ્થાને આવવાની રેસમાં ટોચ પર છે. જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ઇનિંગ ચાલુ રાખશે તેવા અહેવાલો પણ છે. 18 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે બીસીસીઆઈના ચૂંટણી ડ્રાફ્ટમાં બિન્નીનું નામ સામે આવ્યું છે. બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંતોષ મેનનની જગ્યાએ તે જ દિવસે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે.
ADVERTISEMENT
1983 વર્લ્ડ કપમાં બિન્નીએ રચ્યો હતો ઈતિહાસ
ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે રોજર બિન્ની આખી ટુર્નામેન્ટમાં ભારતની ટાઈટલ જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો ઇતિહાસ એક વખત બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ