બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A school in Gujarat whose students talk about winning medals.

ગમ્મત સાથે જ્ઞાન / ગુજરાતની એક એવી શાળા જેના વિદ્યાર્થીઓને મેડલ જીતવા 'રમત'ની વાત, એક બે નહીં 195 જીત્યા, શિક્ષકને સલામ

Vishal Khamar

Last Updated: 10:29 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં આધુનિક યુગમાં અભ્યાસમાં બાળકોની રૂચિ વધે તે માટે શિક્ષકો દ્વારા અવનવા પ્રયોદો હાથ ધરી રહ્યા છે. ત્યારે બોટાદનાં બરવાળાની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને અભ્યાસની સાથે સાથે રમત રમાડીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં કુલ 195 જેટલા મેડલ સ્કૂલ દ્વારા મેળવ્યા છે.

  • બરવાળા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અનોખી રીતે અભ્યાસ
  • પ્રાથમિક શાળાનાં શિક્ષક વિદ્યાર્થીઓને રમત રમાડી કરાવે છે અભ્યાસ
  • રમત ગમતમાં વિદ્યાર્થીઓએ અત્યાર સુધી 195 જેટલા મેડલ મેળવ્યા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ સલાટ વિદ્યાર્થીઓ ને કરાવી રહ્યા છે. અનોખી રીતે અભ્યાસ, ઇન્ડોર અને આઉટડોર રમત રમાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અત્યાર સુધીમાં રમત ગમતમાં 195 જેટલા મેળવ્યા છે.  મેડલ તેમજ 17 વિદ્યાર્થીઓ સરકારીની ડી.એલ.એસ.એસ યોજના અંતર્ગત 1,75,000 ની સહાય મેળવી અભ્સાય કરી રહ્યા છે.

છેલ્લા ચાર ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં શાળા પ્રથમ નંબરે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃત ભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017 માં શિક્ષક અહીંયા આવ્યા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટ ડોર  રમતો શરૂ કરવામાં આવી અને આજે આ સ્કૂલ ના બાળકો રમત ગમત માં આગળ વધતા જોવા મળ્યા છે.  છેલ્લા ચાર ખેલ મહાકુંભમાં તાલુકાની સ્પર્ધામાં શાળા પ્રથમ નંબરે આવી રહી છે. જેમાં 54 ગોલ્ડ, 41 સિલ્વર, અને 50 બ્રોઝ મેડલ મેળવ્યા છે. જિલ્લા લેવલે 11 ગોલ્ડ,10 સિલ્વર અને 11 બ્રોઝ મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 195 જેટલા મેડલ સ્કૂલ દ્વારા મેળવ્યા છે. તેમજ ડી.એલ.એસ.એસ યોજનામાં 17 બાળકોએ પ્રવેશ લઈને બાળક દીઠ સરકાર તરફથી 175000નું વાર્ષિક પેકેજની અભ્યાસની તાલીમ મેળવતા થયા. જેને લઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજરી વધતી જોવા મળી છે.

અમૃતભાઈ વિદ્યાર્થીઓને રોજ અલગ અલગ 1500 રમતો રમાડે છે
આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઇલમાં ગેમ રમતા જોવા વધુ જોવા મળતા હોય છે. અને તેની અસર તેમના અભ્યાસ ઉપર થતી હોય છે. ત્યારે બાળકો મોબાઈલથી દૂર રહે અને અભ્યાસ માં વધુ આગળ આવે તેવા હેતુ સાથે ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ રમતો શરૂ કરી છે. જેમાં ક્લાસની અદર અને ગ્રાઉન્ડ માં રમત રમાડતા જોવા મળે છે.  તેમની પાસે અલગ અલગ 1500 જેટલી રમતો છે. ત્યારે તેમના આ નવતર પ્રયોગથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો તેમજ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ