બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / A rickshaw puller committed suicide by jumping from ISKCON Bridge in Ahmedabad

SHORT & SIMPLE / ખરા બપોરે અમદાવાદના ઇસ્કોનબ્રિજ પરથી રિક્ષા ચાલક વૃદ્ધે લગાવી મોતની છલાંગ, પોલીસે હાથ ધરી તપાસ

Malay

Last Updated: 04:09 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરથી ભર બપોરે રિક્ષાચાલક વૃદ્ધે નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

  • ઈસ્કોન બ્રિજ પરથી વૃદ્ધનો આપઘાત
  • ફેફસાની બીમારીથી પીડિત હતા વૃદ્ધ 
  • પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં ચકચાર ભરેલી ઘટના સામે આવી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પરથી ભરબપોરે ટ્રાફિકની વચ્ચે વૃદ્ધે મોતની છલાંગ લગાવી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ અંગે જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. 

ઇસ્કોનબ્રિજ પરથી કૂદીને મોતને વ્હાલુ કર્યું
મળતી માહિતી અનુસાર, શહેરના વેજપુર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાધામ ઔડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા માંગીલાલ નામના વૃદ્ધ આજે રાબેતા મુજબ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા, બપોરના સમયે તેઓ રિક્ષા લઈને ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાં બ્રિજ પર સાઈડમાં રિક્ષા ઉભી રાખી બાદમાં બ્રિજ ઉપર પડતું મૂક્યું હતું. 

પોલીસે પહોંચી વધુ તપાસ શરૂ કરી
બ્રિજ પરથી કૂદકો મારતા તેઓ નીચે પટકાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, વૃદ્ધ લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડિત હતા. જેથી બીમારીથી કંટાળીને તેમણે મોતને વહાલું કર્યું હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ