બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A newborn baby was abandoned in Mahalakshminagar, Ahmedabad

નિર્દયતા / અમદાવાદની રૂવાંડા ઊભા કરી દે તેવી ઘટના, માસૂમની આંખેય ઊઘડી નથી ત્યાં ત્યજીને ચાલ્યો ગયો એક શખ્સ!

Vishnu

Last Updated: 05:41 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાઇવાડીના મહાલક્ષ્મીનગરની ઘટના, બપોરના તડકામાં બાળકને મુકીને શખ્સ થયો ફરાર

  • અમદાવાદમાં ફરી બાળક ત્યજવાની ઘટના
  • તાજુ જન્મેલું મુકીને શખ્સ ફરાર 
  • બાળકને સારવાર માટે લઇ જવાયું

અમદાવાદમાં ફરી ગાંધીનગર જેવી બાળક ત્યજવાની ઘટના સામે આવી છે. અમરાઇવાડીના મહાલક્ષ્મીનગર તાજુ જન્મેલુ નવજાત બાળક મુકીને શખ્સ ફરાર થઈ ગયો છે. એ પણ બપોરના તડકામાં. હજુ તો ગાંધીનગર શિવાંશને ત્યજવાનો કેસ માંડ શાંત પડયો છે. ત્યારે અમદાવાદની આ ઘટના અનેક સવાલ ઊભા કરે છે. બાળકનું અપહરણ કરી અહી લવાયું છે કે  બાળકને તરછોડનાર ખુદ તેના પિતા છે તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. પણ સવાલ એક જ છે માસૂમનો શું વાંક?

આવી નિર્દયતા ક્યાંથી આવે છે ? 
અમદાવાદના મહાલક્ષ્મીનગરનો આ બનાવ હ્રદયને હચમચાવી મૂકે છે. એક શખ્સ તાજા જન્મેલા બાળકને બપોરના તડકામાં નિદર્યતાથી મૂકીને ચાલ્યો જાય. નક્કીએ આરોપી પાસે દિલ નથી, હજુ તો નવજાતની આંખ પણ ઊઘડી નથીને માતા-પિતાનો છાયો છીનવી લીધો છે. બાળકને ત્યજનાર શખ્સ કોણ છે તેની હજુ પણ ભાળ નથી મળી પણ જો તે આ બાળકનો પિતા હોય તો અનેક સવાલ ઊભા કરે છે કે તમારી મજા આ નવજાતને જિંદગી ભરની સજા આપી રહ્યું છે. કોઈ ગેર સંબંધો બાંધી પાપને છુપાવવા બાળકને તરછોડી દે છે તો કોઈ બાળકીને સાપનો ભારો સમજી, પણ કેમ? આ તાજા જન્મેલા માસૂમનો વાંક એટલો જ કે તેને આવા નિર્દય પિતાના ઘરે જન્મ લીધો? કેસ પર હાલ દરેક પાસા પર તપાસ ચાલી રહી છે. બાળકનું અપહરણ કરી અહી કોઈ તરછોડી ગયું છે કે અન્ય કોઈ કારણસર બાળકને અહી  મૂકી દેવાયું છે. હાલ અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ખાળવાના પ્રયાસ કરી રહી છે.

બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયું
તાજુ જન્મેલુ નવજાત બાળક મુકીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જે બાદ સ્થાનિકોને બાળક દેખાઈ જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યું છે.  ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ