બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટમાં આવી રહ્યો છે ગજબનો નિયમ, બેટર નહીં કરે ફિલ્ડિંગ, બદલાઈ જશે તસવીર

BBL / ક્રિકેટમાં આવી રહ્યો છે ગજબનો નિયમ, બેટર નહીં કરે ફિલ્ડિંગ, બદલાઈ જશે તસવીર

Nirav Kumar

Last Updated: 11:03 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાની Big Bash Leagueમાં હવે એક નવો અને શાનદાર નિયમ લાવવામાં આવ્યો છે. જેમાં Designated Hitter અને Designated Fielderનો નિયમ લાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ફેમસ T20 લીગ, બિગ બેશ લીગ (BBL), 2026-27 સીઝનમાં તેમાં એક મહત્વનો નિયમનો અમલમાં આવશે. આ નિયમમાં ટીમોને "Designated hitter" (ફક્ત બેટિંગ કરનાર) અને "Designated Fielder" (ફક્ત ફિલ્ડિંગ કરનાર) પ્લેયર પસંદ કરવાની મંજૂરી અપાશે.

આ નિયમ લાગુ કરવાનો હેતુ ક્રિકેટના મોટા અને વિસ્ફોટક બેટ્સમેનોને લાંબા સમય સુધી લીગમાં રાખવાનો છે જેથી તેઓ ફિલ્ડિંગ કરતી વખતે તે ઇજાઓથી બચી શકે અને માત્ર તેની બેટિંગ સ્કીલ પર ફોકસ કરી શકે. આ નિયમ બેઝબોલમાંથી લેવામાં આવ્યો છે.

  • સિનિયર ખેલાડીઓને થશે લાભ
    આ ફેરફાર એડિલેડ સ્ટ્રાઇકર્સના અનુભવી બેટ્સમેન ક્રિસ લિન અને પર્થ સ્કોર્ચર્સના સ્ટાર મિશેલ માર્શ જેવા ખેલાડીઓના કરિયરને લંબાવી શકે છે. ઉંમર સાથે ફિલ્ડિંગ ઇજાઓનું જોખમ વધે છે જે આ નિયમથી ઘટાશે.
vtv app promotion
  • ટેસ્ટ પ્લેયર્સને આકર્ષવાના પ્રયાસો
    BBL ના કર્તાધર્તા એવી આશા રાખી રહ્યા છે કે આ નિયમ ટ્રેવિસ હેડ જેવા થાકેલા ટેસ્ટ ખેલાડીઓને લીગમાં રમવા માટે પ્રોત્સાહિત કરશે. હેડે તાજેતરમાં એશિઝની સીરીઝમાં શાનદાર પરફોર્મ કર્યું હતું પરંતુ તે BBL સીઝનમાં ભાગ લઈ રહ્યો નથી.
  • રિકી પોન્ટિંગનું નવા નિયમને સમર્થન

આ નિયમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગનું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું, "અમુક પ્લેયર્સ તેમના કરિયરના એવા તબક્કામાં હોય છે જ્યારે તેઓ ફિલ્ડિંગમાં વધુ પ્રભાવ પાડી શકતા નથી. તેમને ઈજા થવાનું જોખમ પણ હોય છે. આથી જો આ નિયમ તેમને રમવામાં મદદ કરે છે તો તે શાનદાર છે."

વધુ વાંચો : IND vs PAK મેચનો ક્રેઝ તો જુઓ! ટિકિટ વિન્ડો ઓપન થતા જ વેબસાઇટ ક્રેશ

  • ડેઝિગ્નેટેડ બેટર-ફિલ્ડરનો શું છે નિયમ ?

ડેઝિગ્નેટેડ બેટર અને ડેઝિગ્નેટેડ ફિલ્ડર બંનેને બોલિંગ કરવાની મંજૂરી નહીં અપાય. પણ ડેઝિગ્નેટેડ ફિલ્ડર વિકેટકીપર બની શકે છે. જો કોઈ ટીમ આ નિયમનો ઉપયોગ કરવા માંગતી નથી તો તેઓ તેમની નોર્મલ પ્લેઇંગ ઇલેવન સાથે પણ રમી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Designated Hitter Big Bash League Designated Fielder
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ