બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / A minor was raped by an employee of Sola Civil and made her pregnant.

કાર્યવાહી / અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની અંદર સગીરા સાથે દુષ્કર્મ: દાદીની સારવાર માટે આવી હતી, ગર્ભ રહી જતાં થયો ખુલાસો

Vishal Khamar

Last Updated: 05:15 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સોલા સિવિલમાં દર્દીની સાથે આવેલ સગીરા સાથે OT આસિસ્ટન્ટે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. જે મામલે સોલા પોલીસે હોસ્પિટલનાં કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • અમદાવાદ સોલા સિવિલમાં સગીરા સાથે દુષ્કર્મ
  • સોલા સિવિલનાં OT આસિસ્ટન્ટે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
  • સગીરા ગર્ભવતી બનતાં દુષ્કર્મનો થયો હતો ખુલાસો 

અમદાવાદ શહેરમાં રોજનાં હજારો લોકો પોતાનાં  દર્દની સારવાર માટે સોલા હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે એક સગીર યુવતી થોડા સમય અગાઉ તેનાં સબંધીને લઈને હોસ્પિટલ આવી હતી. હોસ્પિટલમાં જ ફરજ બજાવતા કર્મચારી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી.

સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું
સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી. તે દરમ્યાન OT  આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. સગીરા ગર્ભવતી બનતા સગીરાએ ભ્રુણનો શહેર કોટડા વિસ્તારમાં નિકાલ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

સોલા પોલીસે યુવકની ધરપકડ કરી 
આ બાબતે સોલા પોલીસે સોલા હોસ્પિટલમાં  OT  આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરા દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી ભ્રુણને શહેર કોટડા વિસ્તારમાં ત્યજી દેતા આ મામલે શહેર કોટડા પોલીસે સગીરા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ