બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A married woman committed suicide with two daughters in Dahod

કરુણાંતિકા / લીમખેડાના ટીંબા ગામની પરિણીતાને સાસરિયાનો ત્રાસ, બે બાળકી સાથે મહિલાએ ડેમમાં ઝંપલાવતા ત્રણેયના મોત

Malay

Last Updated: 11:58 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીમખેડાના ટીંબા ગામની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી બે દીકરીઓ સાથે ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.

 

  • પરિણીતાએ બે દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ
  • ઉમરીયા ડેમમાં કૂદીને મોતને વહાલું કર્યું 
  • ટીંબા ગામમાં ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામની પરીણિતાએ પોતાની બે દીકરીઓની સાથે ઉમરીયા ડેમમાં કૂદીને આપઘાત કરી લેતા ટીંબા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી
મળતી માહિતી અનુસાર, લીમખેડા તાલુકાના ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી બારમા ધોરણ સુધી ભણેલી પરીણિતા જયાબેન કલ્પેશભાઈ બારીયાએ તારીખ 18 માર્ચ શનિવારના રોજ વહેલી સવારે પોતાની 5 વર્ષની દીકરી પ્રજ્ઞા તથા 2 વર્ષની દીકરી મેઘાને સાથે રાખી પોતાની તથા બંને સંતાનોની જીવન લીલાનો અંત આણવાના ઇરાદે ઉમરીયા ડેમમાં પાણીમાં ઝંપલાવ્યું હતું. 

શનિવારે મળી આવ્યો હતો મેઘાનો મૃતદેહ
જેની જાણ થતાં ટીંબા ગામ અને જયાબેનના પિયર કુંડળી ગામમાં ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન બે વર્ષની બાળકી મેઘાનો મૃતદેહ શનિવારે જ ડેમના પાણીના કિનારા ઉપરથી મળી આવ્યો હતો, જ્યારે પાંચ વર્ષની બાળકી પ્રજ્ઞાનો મૃતદેહ દેવગઢબારિયા ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી સોમવારે સવારે બહાર કઢવામાં આવ્યો હતો.

ગઈકાલે સાંજે મળી આવ્યો પરીણિતાનો મૃતદેહ
તો જયાબેનનો મૃતદેહ ગઈકાલે મોડી સાંજે મળી આવ્યો હતો. જે બાદ તમામના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પરીણિતાના પિતા દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે.

મને 17 માર્ચે કર્યો હતો ફોનઃ મૃતકના પિતા
મૃતક જયાબેનના પિતા શનાભાઇ પાંડોરે જણાવ્યું હતું કે, 'લગ્નના ત્રણ વર્ષ બાદ જયાને પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી દ્વારા અસહ્ય ત્રાસ આપતા હતા, જેથી તે પિયર આવી ગઈ હતી અને લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કુંડલી તથા ટીંબા ગામના આગેવાનોની હાજરીમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ જયાને પાછી સાસરીમાં મોકલાઇ હતી. 17 માર્ચે સાંજે જયાએ મને બીજાના ફોનમાંથી ફોન કરીને ઘરમાં બધા બહુ ઝઘડા કરે છે તેવું જણાવ્યું હતું. હાલ મૃતક જયાબેનના પિતાએ તટસ્થ પોલીસ તપાસની માંગ કરી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ