બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / A jump of 79 percent in cases in a single week in the country

એલર્ટ / દેશમાં હવે ખતરાની ઘંટડી વાગી, એક જ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણમાં 79% ટકાનો જંગી ઉછાળો, ડેટા ડિસ્ટર્બ કરી મૂકે તેવા

Dinesh

Last Updated: 09:44 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં હવે ખતરાની ઘંટડી વાગી ગઈ છે અને કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. એક જ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણમાં 79 ટકાનો જંગી ઉછાળો જોવા મળતા આરોગ્ય તંત્ર ઘેરી ચિંતામાં મૂકાઈ ગયું છે.

  • દેશમાં એક જ સપ્તાહમાં જે 79 ટકાનો કેસમાં ઉછાળો
  • સાથે સાથે પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો
  • સાત મહિનામાં સૌથી વધુ કેસમાં ઉછાળો


દેશમાં કોરોના સંક્રમણ ખતરનાક ગતિએ પ્રસરી રહ્યું છે. રોજેરોજ કોરોના સંક્રમણની ઝપટમાં વધુને વધુ લોકો આવતા જાય છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હવે લોકો કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 15 સંક્રમિતોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,31,000 થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,676 નવા કેસ સામે આવતાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 4,47,68,172 થઈ છે. રાજ્યવાર મૃત્યુની યાદી જોઈએ તો કોરોનાના કારણે દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં ત્રણ-ત્રણ અને કર્ણાટકમાં બે, તામિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એક દર્દીઓનાં મોત થયાં છે.


 


દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,761 લોકોએ કોરોનાને હરાવ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,761 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને આમ અત્યાર સુધીમાં કુલ 4,42,00,079 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના માટે 1,96,796 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે અત્યાર સુધીમાં કુલ 92,30,53,282 સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના માત્ર 358 ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,20,66,23,885 ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાનો ડોઈલી પોઝિટિવિટી રેટ 2.88 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ ઊછળીને 3.81 ટકા થયો છે. રિકવરી રેટ વધુ ઘટીને 98.73 ટકા થઈ ગયો છે.

હિમાચલ પ્રદેશમાં 1,762 એક્ટિવ કેસ
રાજ્યવાર એક્ટિવ કેસની વાત કરીએ તો, 13,745 એક્ટિવ કેસ સાથે કેરળ સૌથી ટોચ પર છે, જ્યારે 4,667 કેસ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. એ જ રીતે દિલ્હીમાં 2,338 તામિલનાડુમાં 2,099, ગુજરાતમાં 1,947, હરિયાણામાં 1,928, હિમાચલ પ્રદેશમાં 1,762, કર્ણાટકમાં 1,673, ઉત્તરપ્રદેશમાં 1,282, રાજસ્થાનમાં 804, ગોવામાં 780 એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં આજે સતત બીજા દિવસે કોરોના સામેની તૈયારી અને સજ્જતાની સમીક્ષા કરવા મેગા મોક ડ્રિલ યોજાઈ રહી છે. આજે દિલ્હી સરકારની હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાઈ હતી, જેનું નિરીક્ષણ દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કર્યું હતું. રાજસ્થાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પણ મોક ડ્રિલ યોજાઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ