બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / વિશ્વ / A Hindu temple in an Islamic nation: The magnificence of the open house in Dubai is unmissable

દુબઈમાં હિન્દુ મંદિર / ઈસ્લામિક રાષ્ટ્રમાં હિન્દુ મંદિર: દુબઈમાં ખૂલી રહેલ ધામની ભવ્યતા એવી કે નજર નહીં હટે

Priyakant

Last Updated: 10:52 AM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મંદિર 3 વર્ષમાં પૂર્ણ થયું છે અને તેના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ, દેવી મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને ગણપતિ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ છે

  • ઈસ્લામિક રાષ્ટ્ર દુબઈમાં હિન્દુ મંદિરનું આજે ઉદ્ઘાટન
  • મંદીરના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ 
  • દુબઈના જેબલ અલી વિસ્તારમાં 80 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલુ છે મંદિર

ઈસ્લામિક રાષ્ટ્ર દુબઈમાં આજે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. દશેરાના એક દિવસ પહેલા એટલે કે આજે દુબઈના જેબલ અલી વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.  વિગતો મુજબ આ મંદિર 3 વર્ષમાં પૂર્ણ થયું છે અને તેના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ, દેવી મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને ગણપતિ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ છે.  

દુબઈના જેબલ અલી વિસ્તારમાં 80 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબ પણ રાખવામાં આવ્યો છે. મંગળવારે સાંજે આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં UAEના મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહયાન અને UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીર ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, મંદિરનો પાયો ફેબ્રુઆરી 2020માં નાખવામાં આવ્યો હતો. દાયકાઓથી ભારતીયો તેમના માટે પણ પ્રાર્થના કરવા માટે એક સ્થળ હોય તેવું સપનું જોતા હતા. 5મી ઓક્ટોબર એટલે કે, દશેરાથી મંદિર લોકો માટે ખોલવામાં આવશે. એક અહેવાલ મુજબ તેમાં તમામ ધર્મના લોકો અને અન્ય મુલાકાતીઓ આવી શકશે. સફેદ માર્બલથી બનેલા આ ભવ્ય મંદિરનું સોફ્ટ ઓપનિંગ 1 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. તે સમયે હજારો ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. પરંતુ આજે તેનું વિધિવત ઉદ્ઘાટન થશે. મંદિરના સ્તંભો સુશોભિત છે અને છત પરથી ઘંટ લટકેલા છે. 

હાલમાં શ્રદ્ધાળુઓએ વેબસાઇટ પરથી QR કોડ આધારિત બુકિંગ સિસ્ટમ દ્વારા દર્શન માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. રિપોર્ટ અનુસાર મંદિરમાં પહેલા દિવસથી ખાસ કરીને વીકએન્ડમાં ભારે ભીડ હતી. ભીડનું સંચાલન કરવા અને સામાજિક અંતરને અનુસરવા માટે QR કોડ એપોઇન્ટમેન્ટ સાથેની સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રાર્થના સભાખંડમાં જ તમામ દેવતાઓની મૂર્તિઓ છે અને મુખ્ય ગુંબજ પર 3D પ્રિન્ટેડ ગુલાબી રંગનું કમળ જોવા મળે છે.

ઓફિશિયલ વેબસાઈટ મુજબ દુબઈના આ નવા મંદિરમાં સવારે 6.30 થી 8 વાગ્યા સુધી જ દર્શન કરી શકાશે. જે મુલાકાતીઓએ 5 ઓક્ટોબર માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા એપોઇન્ટમેન્ટ લીધી છે તેઓ ગમે ત્યારે મુલાકાત લઇ શકે છે. દર કલાકે દર્શન માટે નક્કી કરાયેલા લોકોની સંખ્યા તેમને લાગુ પડશે નહીં. આ મંદિરમાં 1000-1200 લોકો આરામથી દર્શન કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ