બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Hindu married woman committed suicide after being fed up with a man named Toseef Pathan in Mehemdavad

ચોંકાવનારો બનાવ / મહેમદાવાદમાં તોસીફ પઠાણ નામના શખ્સથી કંટાળીને હિન્દુ પરિણીત મહિલાએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર ઘટના

Malay

Last Updated: 03:56 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahemdavad Suicide Case: મહેમદાવાદમાં તોસીફખાન પઠાણના ત્રાસથી કંટાળી પરિણીત મહિલાનો આપઘાત, વારંવાર ફોન કરીને ધાક ધમકી આપીને પૈસાની માંગ કરતો હતો આરોપી.

  • મહેમદાવાદની પરિfણીતાએ યુવાનના ત્રાસથી આપઘાત કર્યો
  • આપઘાત કરતા પહેલા પરીણીતાએ સુસાઈડ નોટ લખી
  • તોસીફ પઠાણે જિંદગી બરબાદ કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ

ખેડાના મહેમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેદાવાદમાં તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપાઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તોસીફને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

તોસીફની ધરપકડ

'તોસીફે મારી જિંદગી બરબાદ કરી નાખી'
આ મામલે માહિતી આપતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ગત 14 ઓગસ્ટે પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની મહિલાએ આપાઘાત કર્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક મહિલાએ એવું લખેલું છે કે 'હું તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું. તોસીફખાન પઠાણે મારી જિંદગી બરબાર કરી નાખી છે.'

બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરતો હતો તોસીફ
મહિલાએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, 'તોસીફખાન મને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતો હતો. મેં રૂપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું તોસીફખાનના ત્રાસથી કંટાળીને આપઘાત કરું છું. તોસીફ પઠાણનો કેસ બંધ કરશો નહીં, તેને સજા અપાવજો.' 

રણજિતસિંહ ખાંટ (PI, મહેમદાવાદ પોલીસ સ્ટેશન)

મૃતક મહિલાએ પહેલા નોંધાવી હતી છેડતીની ફરિયાદ
પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ મૃતક મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોસીફખાન સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તોસીફ પઠાણની અટકાયત કરી હતી અને તે બાદ પણ તોસીફ પઠાણે મહિલાને ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. જેથી કંટાળીને આખરે મહિલાએ અંતિમ પગલું ભર્યું હાલ મહેમદાવાદ પોલીસે તોસીફ પઠાણની ધરપકડ કરી છે. તો મહિલાની સુસાઈડ નોટને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ