બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A heritage garden will be built adjacent to the heritage wall of Kot area towards the riverfront east in Ahmedabad

સુવિધામાં વધારો / અમદાવાદ રિવરફ્રન્ટ પર નવું નજરાણું, 18 હજાર સ્કવેયર મીટરમાં બનશે હેરિટેજ ગાર્ડન, સુવિધાઓ હશે ચાર ચાંદ લગાડે તેવી

Vishal Khamar

Last Updated: 06:07 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ખાનપુર રિવરફ્રન્ટ તરફ હેરિટેજ દિવાલને અડીને 18 હજાર સ્કવેર મીટર જગ્યામાં "હેરિટેજ ગાર્ડન" બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા ખાનગી સંસ્થાની મદદથી હેરિટેજ ગાર્ડન બનાવવાનું આયોજન કરાયું છે.

  • અમદાવાદમાં પૂર્વ કોટ વિસ્તારની હેરિટેજ દિવાલને અડીને બનશે ગાર્ડન
  • 18 હજાર સ્કવેર મીટર જગ્યામાં બનશે હેરિટેજ ગાર્ડન
  • હેરિટેજ દિવાલ સાથે બનનારૂ શહેરનું પ્રથમ ગાર્ડન

અમદાવાદમાં રિવરફ્રન્ટ પૂર્વ તરફની કોટ વિસ્તારની હેરિટેજ દિવાલને અડીને 18 હજાર સ્કવેર મીટર જગ્યામાં હેરિટેજ ગાર્ડન બનાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા એક સંસ્થાની મદદથી ખાનપુર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા હેરિટેજ ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમજ આગામી મહિનાથા આ ગાર્ડનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ત્યારે હેરિટેજ દિવાલ સાથે બનનાર આ શહેરનો પ્રથમ ગાર્ડન હશે. 

અમદાવાદને હેરિટેજને દરજ્જો તો મળ્યો પણ સ્થાપત્યોની જાળવણીમાં અમદાવાદીઓ ઉદાસીન
મહાનગર પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ ખાનપુર રિવરફ્રન્ટ તરફનાં સરદાર બ્રિજની નીચે કોટ વિસ્તારમાં વર્ષો જુની હેરિટેજ દિવાલ પાસે જ હેરિટેજ ગાર્ડન બનાવાશે. જેમાં પાથવે, લોન તેમજ આસપાસનાં વિસ્તારનાં બાળકોને રમવે માટેની જગ્યા અને ઓપન થિયેટર પણ બનાવાશે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવ્યા બાદ લોકોમાં હેરિટેજ સ્થાપત્યો અંગે હજુ પણ જાગૃતતાનો અભાવ છે.  ત્યારે લોકો હેરિટેજ સ્થાપત્યો અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. તેમજ કોટ વિસ્તારની જુની દિવાલને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં પણ આવશે.

હેરિટેજ દિવાલ જર્જરીત હાલતમાં
અમદાવાદને વર્લ્ડ હેરિટેજમાં સ્થામ મળ્યા બાદ પણ લોકો તેનાં સ્થાપત્યોની જાળવણીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં કોટ વિસ્તારની દિવાલ જર્જરિત બની જવા પામી છે. તો હયાત દિવાલની કોઈ દેખભાળ રાખવામાં આવતી નથી. જેથી જમાલપુર વિસ્તારનાં રિવરફ્રન્ટ તરફની હેરિટેજ દિવાલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. 
મહંમદ બેગડાએ શહેરની સુરક્ષા માટે કોટ બંધાવ્યો હતો
અમદાવાદની ફરતે 10 કી.મી. નો કોટ ઈ.સ.1487 માં અહમદ શાહ બાદશાહનાં પૌત્ર મહમદ બેગડાએ બનાવ્યો હતો. જેમાં 12 દરવાજા હતા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ત્યારે ઈતિહાસકારોનં મતે મહંમદ બેગડાએ શહેરની સુરક્ષા માટે કોટ બંધાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ