ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / A glimpse of Jain tradition was seen in the trailer of 'The Legacy of Jineshwar'

The Legacy of Jineshwar / 'ધ લેગસી ઑફ જિનેશ્વર'ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

Published By: Dinesh Chaudhary

Last Updated: 02:12 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ લેગસી ઑફ જિનેશ્વર'નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું.

ADVERTISEMENT

આખરે આતુરતાનો અંત આવ્યો છે. 'ધ લેગસી ઑફ જિનેશ્વર'નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય એવા પાસાઓને સૌની સામે મજબૂત રીતે રજૂ કરશે. આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મહાવીર જયંતિના શુભ અવસર પર રિલીઝ થશે.

અનેક પડકારો ઝીલ્યા બાદ આખરે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વર્તમાન ખરતર ગચ્છાચાર્ય શ્રી જિન પીયૂષ સાગર સૂરીશ્વરજીના આશીર્વાદ અને ખરતર ગચ્છ સહસ્રબાદી મહોત્સવ સમિતિના સહયોગથી, નિર્માતા અભિષેક માલુએ દર્શકોને અદ્ભુત સિનેમેટિક અનુભવનું વચન આપ્યું છે.

'ધ લેગસી ઑફ જિનેશ્વર' જૈન પરંપરાની અકથિત વાર્તાને ઉજાગર કરવાનું વચન આપે છે, જે ભગવાન મહાવીરના મહત્ત્વપૂર્ણ ઉપદેશો અને તીર્થંકરના આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કરે છે. પ્રેક્ષકો રાજા ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધીની સફર તેમ જ ખરતર ગચ્છ (જૈન ધર્મનો એક સંપ્રદાય)ની સ્થાપનાને રસપ્રદ અને વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત થતી જોશે.



આ પ્રોજેક્ટના ડિરેક્ટર વિવેક સુધિન્દ્ર કુલશ્રેષ્ઠના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ અને નિર્દેશક પ્રદીપ પી. જાધવ અને વિવેક ઐયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જૈન ધર્મના સારને પ્રામાણિકતા અને આદર સાથે જીવંત કરે છે. પ્રખ્યાત લેખક અને ગીતકાર પ્રશાંત બેબર, સંગીતકારો વિવિયન રિચર્ડ અને વિપિન પટવા સાથે ફિલ્મણે ભાવપૂર્વક સંગીતથી ભરી દે છે જે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપે છે.

 

પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર, જાવેદ અલી અને દિવ્યા કુમારે મધુર કૉમ્પૉઝિશનમાં પોતાનો અવાજ આપ્યો છે, પ્રેક્ષકો ફિલ્મના પાવરફૂલ સાઉન્ડટ્રેકથી મંત્રમુગ્ધ થવાની અપેક્ષા રાખી શકે છે. 'ધ લેગસી ઑફ જિનેશ્વર' પાછળની ટીમ પ્રેક્ષકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને જૈન પરંપરાની સમૃદ્ધ ટૅપિસ્ટ્રીમાં ડૂબી જવા માટે ૧૯મી એપ્રિલ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Jainism Cinema New Movie The Legacy of Jineshwar upcoming movie અપકમિંગ મૂવી અપકમિંગ મૂવીઝ ધ લેગસી ઓફ જિનેશ્વર The Legacy of Jineshwar

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ