ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પહાડીયા ગામને વેચવાને લઈને તંત્ર હરકતમાં, તપાસ બાદ પોલીસની 8 શખ્સો સામે ફરિયાદ

ગાંધીનગર / પહાડીયા ગામને વેચવાને લઈને તંત્ર હરકતમાં, તપાસ બાદ પોલીસની 8 શખ્સો સામે ફરિયાદ

Last Updated: 12:35 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાનગી સર્વે નંબર પર લોકો સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરી મકાનો બાંધી 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે. રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી. અને આ વિસ્તાર જુના પહાડીયા ગામ તરીકે ઓળખાય છે. રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

નાયબ મામલતદારે વિવિધ દસ્તાવેજો એકત્ર કર્યા

નાયબ મામલતદારે ગ્રામજનોની રજૂઆત સાંભળી વિવિધ દસ્તાવેજો એકત્ર કર્યા હતા, જેમાં ગ્રામજનો કેટલા સમયથી રહે છે તે સહિતના દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો તપાસી રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.

જિલ્લા કલેક્ટર કાર્યવાહી કરશે

બારોબાર જૂના પહાડિયા ગામ વેચી મારવાના કેસમાં તપાસ બાદ જિલ્લા કલેક્ટર કાર્યવાહી કરશે. આ ઘટનામાં ગામની જમીન ખરીદનારને ગામની બાજુમાં આવેલા ખેતરની જમીન બતાવાઇ હોવાનો ખુલાસો થયો છે.

50 વર્ષ પહેલા ભીખાજી સોમાજી ઝાલા નામનાં વ્યક્તિનાં નામે જમીન હતી

જૂના પહાડિયા ગામનાં દસ્તાવેજનાં ઈતિહાસ પર એક નજર કરીએ તો 50 વર્ષ પહેલા ભીખાજી સોમાજી ઝાલા નામનાં વ્યક્તિનાં નામે જમીન હતી. જે બાદ ગામનાં વડવાઓએ રામાજી પૂંજાજી અને આમલસિંહ રાયસિંહ પાસેથી દસ્તાવેજ કરાવ્યો હતો. 1989 માં 1 એકર 20 ગૂંઠાનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે બાદ બીજો દસ્તાવેજ વર્ષ 2003 માં 40 ગૂંઠાનો કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામજનો માટે જમીનનાં દસ્તાવેજ કરી જમીન લખી આપી હતી. હાલ જૂના પહાડિયા ગામે 600 લોકો રહે છે. ત્યારે અચાનક 7/12 માં રહેલા વારસાઈ જગ્યા અને જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો.

ગ્રામજનોએ શું આક્ષેપ લગાવ્યા?

રાજ્યમાં એક આખુ ગામ વેચાઈ ગયું છે. આ સમગ્ર બાબતે ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે, દહેગામ તાલુકાનાં જૂના પહાડિયા ગામમાં સર્વે નંબર 142 માં ગ્રામજનો વસવાટ કરે છે. આ સર્વે નંબર વાળી જમીન ગામ લોકોની જાણ બહાર વેચી દેવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ વેચાયેલી જગ્યા પર 80 થી વધુ મકાન, પાણીની ટાંકી, પમ્પ, રૂમ, બે બોર, આરસીસી રોડ, ગટર લાઈન, ગેસ લાઈન, પાણીની લાઈન તેમજ 4 મંદિર તમામ વેચાઈ ગયા છે. આ જગ્યા પર છેલ્લા 50 વર્ષથી લોકો પોતાનાં મકાન બાંધીને વસવાટ કરે છે. 7 વીધા જેટલી જમીન પર રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

વધુ વાંચોઃ રાજકોટમાં GST વિભાગના દરોડા, બે દિવસની તપાસમાં લાખોની કરચોરી ઝડપાઇ

ગ્રામજનો દ્વારા વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાની માંગ કરી

જમીનનાં દસ્તાવેજ થઈ ગયા અને તેનાં 13 મી જૂને વેચાણ દસ્તાવેજનાં આધારે કાચી નોંધ પડી છે. એક ગ્રામજને તેની જમીન જોતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગ્રામજનોને આ અંગે જાણ થતા ગામ લોકો હરકતમાં આવી ગયા હતા. અને દહેગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચી વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાની માંગણી કરી હતી. ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે, સર્વે નંબર વાળી જમીન વેચી દેનારા ઈસમોના નામો ગામનાં 7/12 માં ચાલી રહ્યા છે. 7/12 માં નામ હોવાનો ગેરલાભ ઉઠાવી મકાન ધારકોની જાણ બહાર સોદો કરી દેવામાં આવ્યો હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 7/12 માં રહેલ તમામ લોકો વેચાણ કર્યાનો આક્ષેપ છે. સામે પક્ષે રાજકોટનાં અલ્પેશજી લાલજી હિરપરાએ જમીન ખરીદી છે. તેમજ વેચાણમાં 30 લાખની અવેજ બતાવી જંત્રીમાં જમીન લેનારને અન્ય જમીન બતાવી આ જમીન આપી દીધા હોવાનાં આક્ષેપ કર્યા છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ વાંધા અરજી પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dehgam Police Complaint Sub-Registrar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ