બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A cabinet meeting has been organized in Gandhinagar today under the chairmanship of CM Bhupendra Patel.

મહત્વની બેઠક / આજે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમાં વરસાદનાં કારણે ઊભી થયેલી સ્થિતિ અને નુકસાન મામલે થશે ચર્ચા

ParthB

Last Updated: 08:51 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગાંધીનગરમાં સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

  • આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક
  • રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે બેઠકમાં ચર્ચા 
  • રાજ્યના જળાશયોની સ્થિતિ બાબતે બેઠકમાં ચર્ચા થશે

ગુજરાતમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ પ્રવર્તી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોતા આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાની અંગે ચર્ચાઓ કરવામાં આવશે 

આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધુંઆધાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.તેમાંય વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પુર જેવી પ્રવર્તી રહી છે. ત્યારે આ કેબિનેટની મિટીંગમાં રાજ્યમાં વરસાદને લઈને થયેલા નુકસાન બાબતે થશે ચર્ચા હાથ ધરવામાં આવશે. તેમજ અમદાવાદમાં વરસાદને લઈને ઉભી થયેલી સ્થિતિને થાળે પાડવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે આ સાથે આ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ બાબતે પણ ચર્ચા થશે .

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ

ઉલ્લેખની છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel CM cabinet meeting gandhinagar કેબિનેટ મિટીંગ ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ સીએમ Cabinet Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ