બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A big survey of schools in Gujarat, so many parents are ready to send their children to school
ADVERTISEMENT
અમદાવાદમાં બે શાળાઓ ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલે ક્યારે શાળાઓ ખૂલવી જોઈએ? કોરોના વચ્ચે હાલ ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણથી બાળકો પર કેવી અસર પડી રહી છે? શું બાળકોના માં બાપ પોતાના સંતાનોને શાળાએ મોકલવા તૈયાર છે કે કેમ વગેરે બાબતે અમદાવાદના લોકોનના મનને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે ઘણા રસપ્રદ તહતીઓ સામે આવ્યા હતા.
ADVERTISEMENT
શું હતો સર્વે?
અમદાવાદ ની બે સ્કૂલો ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 5000થી વધુ વાલીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. જેમાં તેમને બાળકોની સલામતી અને કોરોનામાં શિક્ષણ વગેરે ઘણા મુદ્દે તેમના વિચારો જાણવા પ્રયાસ કરાયો હતો.
ADVERTISEMENT
આ સર્વેમાં 44 ટકા વાલીઓએ કહ્યું હતું તેઓ આ વર્ષ માટે તેમના સંતાનોને શાળાએ મોકલવાના ઇચ્છુક નથી. કારણ કે હાલ કોરોનાની મહામારીમાં વાલીઓ પોતાના બાળકના જીવના જોખમની ચિંતા કરી રહ્યા છે
જો કે શિક્ષણના પ્રશ્નને સોલ્વ કરવા હાલમાં સરકાર દ્વારા ચાલી રહેલી ઓનલાઈન શિક્ષણની પહેલથી કેટલા વાલીઓ સંતુષ્ટ છે તેના અભિપ્રાયમાં 66ટકા વાલીઓએ પુષ્ટિ આપી હતી. એટલે કે હાલ 6 ટકા વાલીઓ ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ છે.
ADVERTISEMENT
જો કે શાળાઓ ખૂલવા પર વાલીઓ તેમના સંતાનોને શાળાએ મોકલવા માંગે છે કે કેમ તેના જવાબમાં વાલીઓએ કહ્યું હતું કે 40 ટકા વાલીઓ તેમના બાળકોને દિવાળી બાદ શાળાએ મોકલવા તૈયાર છે અને 8 ટકા વાલીઓ હાલના ઓનલાઈન શિક્ષણથી અસંતુષ્ટ છે. જ્યારે 16 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ સરકારી શાળાઓ ખૂલ્યાના એક મહિના પછી જ પોતાના બાળકોને શાળાએ મોકલશે.
જો કે શિક્ષણવિદ માને છે આવું..
ADVERTISEMENT
આ મુદ્દે જો કે શિક્ષણવિદ અશોક પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણએ માત્ર એક ટેમ્પરરી સોલ્યુશન છે, તે કદી શિક્ષણનો એક પરમેનેન્ટ વિકલ્પ ન બની શકે. માટે સરકારે બને તેટલી વહેલી તકે શાળાઓ ખોલી નાખવી જોઈએ. ખાસ કરીને ત્યાં જ્યાં કોરોનાની અસર નહિવત છે અથવા કોરોના કાબૂમાં આવી ગયો છે. અને માઇક્રો એજ્યુકેશન માટે સરકારે ગોઠવણ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.