Exclusive / કાંકરિયા રાઈડ તૂટવા મામલે મોટો ખુલાસો રાઈડ ઓપરેટરને એન્જિનિયર બનાવી દેવાયો

અમદાવાદના કાંકરિયા રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં યશ પટેલની પણ ધરપકડ થઈ છે. ત્યારે હવે વીટીવી પાસે એક્સલુઝીવ માહિતી સામે આવી છે કે, કાંકરિયામાં રાઈડ ઓપરેટર યશ પટેલને એન્જિનિયર બનાવી દેવાયો હતો. રાઈડ ચેકિંગમાં કરતા સમયે એન્જિનિયર તરીકે યશ પટેલની સહી જોવા મળી છે. યશ પટેલ પૂર્વ કાઉન્સિલર મહેન્દ્ર પટેલનો દીકરો છે. કાંકરિયામાં મહેન્દ્ર પટેલ અને ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પોલીસ યશ પટેલ અને અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. હાલમાં યશ પટેલ પોલીસ કસ્ટડીમાં છે. યશની એન્જિનિયર તરીકેની સહી મામલે કોર્પોરેશન પણ મૌન છે. યશની સહીથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ