ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / સપ્ટેમ્બરમાં આવશે iPhone 18 Pro, પરંતુ સામાન્ય iPhone 18માં થશે વિલંબ! 2027 સુધી રાહ જોવી પડી શકે

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / સપ્ટેમ્બરમાં આવશે iPhone 18 Pro, પરંતુ સામાન્ય iPhone 18માં થશે વિલંબ! 2027 સુધી રાહ જોવી પડી શકે

Last Updated: 08:32 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સપ્ટેમ્બર 2026માં માત્ર iPhone 18 Pro, Pro Max અને ફોલ્ડેબલ iPhone આવી શકે છે. જ્યારે સામાન્ય iPhone 18 વર્ષ 2027 સુધી પોસ્ટપોંડ રહી શકે છે.

1/6

photoStories-logo

1. iPhone 18 સીરીઝ

સપ્ટેમ્બર 2026માં એપલનું મોટું ઇવેન્ટ થવાનું છે અને આ વખતે iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું લોન્ચ થવાની શક્યતા છે. પરંતુ આ વખતે સામાન્ય iPhone ખરીદવા વાળાઓને થોડો ધક્કો લાગી શકે છે. કેમ કે રિપોર્ટ્સ પ્રમાણે સપ્ટેમ્બરમાં નવી iPhone 18 સિરીઝ એકસાથે નહીં આવે. જેમાં માત્ર પ્રીમિયમ Pro મોડલ્સ અને એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone જ લોન્ચ થઈ શકે છે. સામાન્ય iPhone 18 અને iPhone 18e માટે 2027ની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આખી નવી સિરીઝ

હંમેશાં એપલ સપ્ટેમ્બરમાં આખી નવી સિરીઝ એકસાથે રજૂ કરતું. પણ 2026માં આ પરંપરા બદલાઈ શકે છે. જો તમે વિચારી રહ્યા હોવ કે સપ્ટેમ્બરમાં પહેલા કરતાં સસ્તો નવું iPhone 18 મળી જશે તો તમે નિરાશા થઈ શકો છે. આ વખતે એપલનું ફોકસ પહેલા મોંઘા અને પ્રીમિયમ ફોન પર હોઈ શકે છે. આ કંપનીની લોન્ચ સ્ટ્રેટેજીમાં છેલ્લા અમુક વર્ષોનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડિઝાઇન

iPhone 18 Proનો ડિઝાઇન પાછલા Pro મોડલ જેવો જ રહેશે પણ આગળની બાજુએ થોડો ફેરફાર જોવા મળી શકે છે. Dynamic Island નાની થઈ શકે છે, અને Face IDના અમુક ભાગો સ્ક્રીનની નીચે ખસેડવાની વાત પણ ચાલી રહી છે. આથી સ્ક્રીન વધુ ક્લીન અને ખુલ્લી લાગી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. A20 Pro ચિપ

જેમાં સાચો મોટો ફેરફાર ફોનની અંદર થશે. iPhone 18 Proમાં એપલનું નવું A20 Pro ચિપ આવવાની શક્યતા છે, જે 2nm પ્રોસેસ પર બનેલું પહેલું iPhone ચિપ હોઈ શકે છે. આ ચિપ ફોનને વધુ ઝડપી બનાવશે અને બેટરી પણ વધુ સાચવશે. AI ફીચર્સ, કેમેરા પ્રોસેસિંગ અને હાઈ-એન્ડ ગેમિંગ માટે વધુ પાવરની જરૂર પડશે આથી આ ચિપને સૌથી મહત્ત્વનું અપગ્રેડ માનવામાં આવી રહ્યું છે. 12GB RAM અને નવા C2 મોડેમની પણ વાત ચાલી રહી છે, જે નેટવર્ક અને બેટરીનો અનુભવ વધુ સારો બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેમેરા

કેમેરાની વાત કરીએ તો iPhone 18 Pro Max વધુ ચર્ચામાં છે. તેના મેઈન કેમેરામાં વેરિયેબલ એપર્ચર ટેક્નોલોજી આવી શકે છે. મતલબ કે લેન્સ પરિસ્થિતિ પ્રમાણે વધુ કે ઓછી લાઈટ લઈ શકશે. ઓછી રોશનીમાં ફોટા અને પોર્ટ્રેટ શોટમાં વધુ કંટ્રોલ મળશે. અમુક રિપોર્ટ્સ કહે છે કે આ ખાસ ફીચર માત્ર Pro Maxને જ મળી શકે છે જેથી Pro અને Pro Max વચ્ચેનો તફાવત માત્ર સ્ક્રીન અને બેટરીનો નહીં રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત

જો તેની કિંમતની વાત કરીએ તો નવા iPhone આ વખતે થોડા મોંઘા પડી શકે છે. મેમરી અને બીજા પાર્ટ્સની વધતી કિંમતને કારણે અસર પડી શકે છે. અમુક રિપોર્ટ્સમાં iPhone 18 Proની શરૂઆતની અમેરિકન કિંમત 1199 ડોલર સુધી પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 series iPhone 18 Pro iPhone 18 Pro Max
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ